News of Saturday, 11th October 2025
ભારતની સૈન્ય તાકાતમાં અતિ આધુનિક ‘ધ્વનિનો ઉમેરોઃ ડીઆરડીઓએ બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક મિસાઈલ બનાવી

નવી દિલ્હીઃ ભારતીય સેનાને વધુ મજબૂત કરવાના સતત પ્રયાસો વચ્ચે, દેશના રક્ષા અનુસંધાન એવં વિકાસ સંગઠન (ડીઆરડીઓએ) એક નવી પેઢીની હાઈપરસોનિક મિસાઈલ ‘ધ્વનિ' તૈયાર કરી છે, જે ભારતની સંરક્ષણ સંસ્થામાં મોટો વધારો કરશે. આ મિસાઈલને હાલની સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ કરતાં પણ વધુ ખતરનાક અને ઝડપી માનવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ‘ધ્વનિ' મિસાઈલની ઝડપ ૭૪૦૦ કિલોમીટર પ્રતિ કલાક (એમએસીએચ ૬થી વધુ) છે, જે બ્રહ્મોસની મહત્તમ ઝડપ (લગભગ ૩૭૦૦ કિલોમીટર પ્રતિ કલાક) કરતાં બમણી છે. આ અત્યંત ઉંચી ઝડપને કારણે દુશ્મનને પ્રતિક્રિયા આપવાનો સમય નહિવત મળશે. મિસાઈલની રેન્જ ૧૫૦૦ કિલોમીટરથી વધુ છે અને કેટલાક અહેવાલો મુજબ તેની વ્યુહાત્મક રેન્જ ૬૦૦૦ થી ૧૦૦૦૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે, જે તેને વ્યૂહાત્મક લાંબા અંતરના હૂમલા માટે સક્ષમ બનાવે છે. હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ (એચજીવી): ‘ધ્વનિ' એક હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ તરીકે વિકસાવવામાં આવી છે.
મિસાઈલનું પ્રથમ પ્રદર્શન પરીક્ષણ વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં થવાની સંભાવના છે. તેનું ઓપરેશનલ તૈનાતી ૨૦૨૯-૩૦ સુધિમાં થઈ શકે છે. આ મિસાઈલને હવા, સમુદ્ર અને જમીલ ત્રણેય પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાશે. ધ્વનિના સફળ પરિક્ષણ બાદ ભારત હાઈપરસોનિક ટેકનોલોજી ધરાવતા વિશ્વના ચુનંદા દેશની યાદીમાં સામેલ થઈ જશે, જે દેશની સૈન્ય શક્તિ માટે એક ‘ગેમ-ચેન્જર' સાબિત થઈ શકે છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
