<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

નોબલ સ્‍વિકારવા ટ્રમ્‍પની મૌન સંમતિ!

નોબલ પરિતોષિક વિજેતા વેનઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ,પોતાને મળેલ શાંતિ એવોર્ડઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને અને વેનેઝુએલાની પ્રજાને સમર્પિત કર્યાના પગલે ટ્રમ્‍પે આ સ્‍ક્રીનશોટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ ‘ટુથ' ઉપર શેર કરીને મચાડોના સમર્થનને મૌન સંમતિ (સાઇલેનટ એન્‍ડોર્સમેન્‍ટ) આપીઃ પરંતુ તરત જ કોઈ વિસ્‍તુત નિવેદન આપ્‍યું નથી.  દરમિયાન વ્‍હાઈટ હાઉસ તરફથી પ્રતિક્રિયા મુખ્‍યત્‍વે એ હકીકત પર કેન્‍દ્રીત હતી કે ડોનાલ્‍ડ ટ્રમપ, જેમણે પોતાને પુરસ્‍કાર મજબૂત દાવેદાર ગણાવ્‍યા હતા, તેમને આ પુરસ્‍કાર મળ્‍યો નથી. અને નોબેલ સમિતિની આકરી ટીકા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે નોબેલ સમિતિએ શાંતિ કરતા રાજકારણને વધુ મહત્‍વ આપ્‍યું છે. જ્‍યારે પ્રમુખ ટ્રમ્‍પ શાંતિ કરારો કરતા યુદ્ધો સમાપ્‍ત કરતા અને જીવન બચાવતા રહેશે. તેમની પાસે માનવતાવાદી હૃદય છે. અને તેમની જેવો બીજો કોઈ નહીં હોય જે તેમની મજબૂત ઈચ્‍છાશક્‍તિથી પર્વતોને ખસેડી શકે!

(10:24 AM IST)