<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાએ કરવા ચૌથની ભવ્‍ય ઉજવણી કરી

ચંદ્રદર્શન થયા બાદ રેખા ગુપ્‍તાજીએ અન્‍ય સુહાગન મહિલાઓ સાથે ચંદ્રને અર્ઘ્‍ય આપેલઃ ચંદ્રની પૂજા કરી અને પતિના હાથે પાણી પીને કરવા ચોથ પ્રસંગે પોતાના આખો દિવસનો નિર્જળા ઉપવાસ પૂર્ણ કર્યો હતો કાર્યક્રમમાં પરંપરાગત રીત-રિવાજો અને પૂજા-વિધિ કરવામાં આવી હતી. સાંસ્‍કળતિક પ્રદર્શન, કથાઓનું પઠન અને લોકગીતોએ ઉત્‍સવના માહોલમાં વધારો કર્યો હતો. મુખ્‍યમંત્રીના સત્તાવાર નિવાસસ્‍થાને દિલ્‍હીભરમાંથી આવેલી મહિલા ધારાસભ્‍યો, વરિષ્ઠ અધિકારીઓની પત્‍નીઓ, સામાજિક કાર્યકરો અને તેમના પરિવારના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ જોડાઈ હતી. જાણીતા ગાયિકા જસપિન્‍દર નરુલા સહિત અન્‍ય મહિલાઓ પણ આ ઉજવણીમાં જોડાઈ હતી.

(11:43 AM IST)