<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

સાસણમાં સિંહની ડણક સાંભળીને રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ અભિભૂત થયા

જુનાગઢ :.. રાજ્‍યના ત્રણ દિવસના ઙ્કવાસે આવેલા રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ રાજકોટ ખાતે રાત્રિરોકાણ કરી શુક્રવારે હેલીકાઙ્ઘપટર મારફતે સીધા જ સોમનાથ પહોંચ્‍યા હતા. દ્વાદશ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું જુનાગઢ જિલ્લાના સાસણ નજીકના ભાલછેલ હેલીપેડ ખાતે પહોંચી ત્‍યાંથી ખુલ્લી જીપ્‍સીમાં સિહદર્શન કરી અભિભૂત થયા હતા.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે સવારે રાજકોટના હિરાસર એરપોર્ટથી હેલીકોપટર મારફતે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્‍યા હતા. જ્‍યાં ભગવાન સોમનાથ દાદાની પૂજા અર્ચના અને આરતી બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા બાદ તેઓ સાસણ ગીર પહોંચ્‍યા હતા. જ્‍યાં ભાલછેલ હેલીપેડ ખાતે રાષ્‍ટ્રપતિનું રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્‍સિપલ સેક્રેટરી સંજીવકુમાર, વન વિભાગના મુખ્‍ય વન સંરક્ષક ડો. એ.પી. સિઘ, કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી આવકારી સ્‍વાગત કર્યું હતું.સાસણ ખાતે આગમન બાદ રાષ્‍ટ્રપતિ ગીર નેશનલ પાર્કમાં વાઈલ્‍ડ લાઈફ સેન્‍ચુરી પાર્કમાં ખાતેથી ખુલ્લી જીપ્‍સીમાં ગીરના જંગલમાં પ્રકળતિના ખોળે જૈવિક વૈવિધ્‍યનો અનુભવ કરી સિહ દર્શનનો ઙ્કત્‍યક્ષ લ્‍હાવો લઈ રોમાંચિત થયા હતા. નોંધનીય છે કે, તેઓ ગીરના જંગલમાં વસવાટ કરતા મૂળ નિવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં સિહસદન ખાતે રાત્રિરોકાણ કરી આજે સવારે દ્વારકા દર્શન કરશે. બાદમાં જામનગરથી અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં સહભાગી થશે.

રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે છે. શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું જુનાગઢ જિલ્લાના સાસણ નજીકના ભાલછેલ હેલીપેડ ખાતે ઉષ્‍માસભર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

સાસણ ગીરની મુલાકાતે પધારેલા રાષ્‍ટ્રપતિશ્રીને રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઇ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્‍સિપલ સેક્રેટરી  સંજીવકુમાર, વન વિભાગના  મુખ્‍ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ, કલેકટર  અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાએ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી આવકારી સ્‍વાગત કર્યું હતું. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ) 

(11:33 AM IST)