News of Saturday, 11th October 2025
ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કેલકટર રાજેશ તન્ના, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિશ્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપીને સ્વાગત કર્યું

દ્વારકા:રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિશ્રીએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં. રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કેલકટર શ્રી રાજેશ તન્ના, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેકટર શ્રી હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિશ્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના દીકરી શ્રી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં.( અહેવાલ વિનુભાઈ સામાણી,તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
