News of Saturday, 11th October 2025
મહિલાઓનું ઘોર અપમાન: દિલ્હીમાં પત્રકાર પરિષદમાંથી મહિલા પત્રકારોને બાકાત રખાતા વિવાદ: પ્રિયંકા ગાંધીએ સરકારને સવાલ કર્યા

નવી દિલ્હી: તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મહિલા પત્રકારોને દૂર રાખવાના મામલે ભારે રાજકીય વિવાદ સર્જાયો છે. કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાને 'ભારતની સૌથી સક્ષમ મહિલાઓનું અપમાન' ગણાવીને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે જવાબ માંગ્યો છે.
પ્રિયંકા ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, ભારતના પ્રવાસે આવેલા તાલિબાનના પ્રતિનિધિની પત્રકાર પરિષદમાંથી મહિલા પત્રકારોને દૂર કરવાના મામલે તમે તમારું વલણ સ્પષ્ટ કરો. જો મહિલા અધિકારોને તમારી માન્યતા એક ચૂંટણીથી બીજી ચૂંટણી સુધીની રાજકીય રમત માત્ર ન હોય, તો આપણા દેશમાં, જેની મહિલાઓ તેની કરોડરજ્જુ અને ગૌરવ છે, ત્યાં આટલું મોટું અપમાન કેવી રીતે સહન કરવામાં આવ્યું?"
વિદેશ મંત્રાલયે આ વિવાદ અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું છે, પરંતુ આ મામલો વિપક્ષ દ્વારા ભારતમાં મહિલા સશક્તિકરણના દાવાઓ સામે મોટો પડકાર તરીકે રજૂ કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, આ પત્રકાર પરિષદમાં કોને આમંત્રણ આપવું તેનો નિર્ણય મુત્તાકીની સાથે આવેલા તાલિબાન અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
