<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ચીન પર ટ્રમ્‍પના ટેરિફ બોમ્‍બે વૈશ્વિક ક્રિપ્‍ટો બજારને હચમચાવી નાખ્‍યું: એક જ દિવસમાં ૧.૭ ટ્રિલિયન ડોલર ડૂબી ગયા

આજે શરૂઆતમાં બિટકોઇન ૧૦%થી વધુ ઘટીને $૧૧૦,૦૦૦ ની નીચે આવી ગયો, પછી તે થોડો સુધરીને $૧૧૩,૦૯૬ પર પહોંચી ગયો

નવી દિલ્‍હી, તા.૧૧: યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આજે સવારે બીજો ટેરિફ બોમ્‍બ ફેંકયો. સદનસીબે, આ વખતે, ટ્રમ્‍પે ભારત પર નહીં, પરંતુ તેમના લાંબા સમયથી હરીફ ચીન પર ટેરિફ બોમ્‍બ ફેંકયો. યુએસ રાષ્‍ટ્રપતિએ ચીનથી આવતા માલ પર ૧૦૦% વધારાના ટેરિફની જાહેરાત કરી, જેનાથી યુએસ બજારમાં આંચકો લાગ્‍યો. ક્રિપ્‍ટો બજાર હચમચી ગયું, અને બિટકોઇનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો. રોકાણકારોએ એક જ દિવસમાં રૂ.૧.૭ લાખ કરોડથી વધુનું નુકસાન થયું.

યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેમના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી હતી કે યુએસ ૧ નવેમ્‍બર, ૨૦૨૫ થી ચીન પર હાલના ટેરિફ ઉપરાંત ૧૦૦% ટેરિફ લાદશે. વધુમાં, તે દિવસથી તમામ મહત્‍વપૂર્ણ સોફ્‌ટવેર પર નિકાસ નિયંત્રણો લાગુ કરવામાં આવશે. ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે આ પગલું જરૂરી હતું કારણ કે ચીન લગભગ દરેક ઉત્‍પાદન પર વ્‍યાપક નિકાસ નિયંત્રણો લાદવાની યોજના ધરાવે છે, જેને તેમણે આંતરરાષ્‍ટ્રીય વેપાર માટે ખતરનાક ઉદાહરણ તરીકે વર્ણવ્‍યું હતું. હાલમાં, યુએસ ચીની ઉત્‍પાદનો પર ૩૦% ટેરિફ લાદે છે, અને નવી જાહેરાત કુલ ટેરિફ ૧૩૦% સુધી લાવશે.  ક્રિપ્‍ટો માર્કેટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્‍યો. ટ્રમ્‍પની જાહેરાત બાદ, બિટકોઇન અને ઇથેરિયમ સહિતની મુખ્‍ય ક્રિપ્‍ટોકરન્‍સીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો. આજે શરૂઆતમાં બિટકોઇન ૧૦% થી વધુ ઘટીને $૧૧૦,૦૦૦ ની નીચે આવી ગયો. પછી તે થોડો સુધરીને $૧૧૩,૦૯૬ પર પહોંચી ગયો. દરમિયાન, અન્‍ય ક્રિપ્‍ટોકરન્‍સી, ઇથેરિયમ, ૧૧.૨% ઘટીને $૩,૮૭૮ પર આવી ગયો. BNB, Solana અને XRP જેવી અન્‍ય ક્રિપ્‍ટોકરન્‍સીમાં પણ ૧૪% થી ૧૮% નો ઘટાડો જોવા મળ્‍યો.

ચીને જાહેરાત કરી છે કે તે નજીકના ભવિષ્‍યમાં દુર્લભ પળથ્‍વીની નિકાસ બંધ કરશે. જો આવું થશે, તો તેની અસર ફરીથી યુએસ ટેક અને ઓટો બજારો પર પડશે. આ નિર્ણયના બદલામાં, રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે આજે ચીન પર વધારાના ૧૦૦% ટેરિફની જાહેરાત કરી. હવે પ્રશ્‍ન એ છે કે ટેરિફના નિર્ણયથી ક્રિપ્‍ટોકરન્‍સી બજાર પર દબાણ કેમ આવ્‍યું છે. આ પાછળનું મુખ્‍ય કારણ ક્રિપ્‍ટો માઇનિંગ છે. રોકાણકારોને ડર છે કે આ તણાવ ક્રિપ્‍ટો માઇનિંગ અને ટેકનોલોજીને નુકસાન પહોંચાડશે. (રર.૧૩)

(3:14 PM IST)