News of Saturday, 11th October 2025
સર્વેમાં NDA સરકારને મોટો ઝટકો ! નીતિશથી દૂર જઈ રહ્યા છે લોકો
રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદ માટે મતદારોની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યા

પટણા, તા.૧૧: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ નીતિશ કુમારના નેતળત્વમાં શાસક NDA છે, અને બીજી તરફ તેજસ્વી યાદવના નેતળત્વમાં INDIA મહાગઠબંધન છે. જ્યારે પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પણ પોતાની છાપ છોડી રહી છે. આ બધા વચ્ચે, C-Voter સર્વે (પસંદગીના મુખ્યમંત્રી) ના પરિણામો જાહેર થયા છે. આ પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે.
આ અહેવાલ મુજબ, મુખ્યમંત્રી નીતિશ કુમાર, જે એક સમયે ૅસુશાસન બાબુૅ તરીકે જાણીતા હતા, હવે લોકપ્રિયતામાં પાછળ પડી ગયા છે. આ તબક્કામાં RJD નેતા તેજસ્વી યાદવ બિહારના લોકોની પહેલી પસંદગી બની ગયા છે. રાજ્યના રાજકીય દ્રશ્યને હલાવી દેનારા પ્રશાંત કિશોર બીજા સ્થાને છે, જ્યારે નીતિશ કુમાર ત્રીજા સ્થાને સરકી ગયા છે. ચિરાગ પાસવાન અને સમ્રાટ ચૌધરી પણ આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
૨૦૨૫ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો ૬ નવેમ્બરના રોજ યોજાવાનો છે. જેને લઈને, ચૂંટણીની તૈયારી પણ જોરશોરથી ચાલી રહી છે. પ્રચારના ધમાલ વચ્ચે, C-Voter સર્વેના પરિણામોએ રસ વધુ વધાર્યો છે. મુખ્યમંત્રી પદ માટે પસંદગીનો ચહેરોૅ પર હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં આશ્ચર્યજનક પરિણામો જાહેર થયા છે.
વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારની લોકપ્રિયતા ખૂબ જ નીચે સરકી રહી છે, જ્યારે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી ચહેરા માટે જનતાની પહેલી પસંદગી બની ગયા છે. વધુ આશ્ચર્યજનક વાત એ છે કે, ચૂંટણી લડાઈમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલા પ્રશાંત કિશોરે પણ બિહારના લોકોમાં મજબૂત અસર પાડી છે. તેઓ બિહારના લોકોની બીજી પસંદગી બની ગયા છે. બિહારમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો શ્રેય જેમને જાય છે, તેઓ આ સંદર્ભમાં ત્રીજા સ્થાને છે. આનો અર્થ એ થયો કે, સુશાસન બાબુ નીતિશ કુમાર લોકપ્રિયતામાં નીચે ઉતરી ગયા છે.
જેમ જેમ બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યનો રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તાજેતરના ઓપિનિયન પોલ મુજબ, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદ માટે મતદારોની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યા છે. તેજસ્વીને ૩૬.૫% સમર્થન મળ્યું છે, જ્યારે પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીને ૨૩.૨% સમર્થન, વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારને ૧૫.૯% સમર્થન અને LJP (રામવિલાસ) ના વડા ચિરાગ પાસવાનને ૮.૮% સમર્થન મળ્યું છે. આ ટકાવારી સર્વેમાં ભાગ લેનારાઓ પર આધારિત છે. જ્યારે મતદારોને પૂછવામાં આવ્યું કે, બિહારની સમસ્યાઓ કોણ ઉકેલી શકે છે, ત્યારે ૩૬.૫% લોકોએ મહાગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ૩૪.૩% લોકોએ NDA પસંદ કર્યું હતું, જ્યારે ૧૨.૮% લોકોએ જન સૂરજ પસંદ કરી, અને ૯.૪% લોકોએ કહ્યું કે, કોઈ તેમને ઉકેલી શકશે નહીં.
સી-વોટરના ઓપિનિયન પોલ મુજબ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને જનતા દળ (યુનાઇટેડ) ના નેતળત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ને બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં પાછા ફરવાની ૪૦ ટકા શકયતા છે. સર્વે મુજબ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતળત્વ હેઠળના મહાગઠબંધનને સરકાર બનાવવાની ૩૮.૩ ટકા શકયતા છે. બિહારના રાજકારણમાં નવી પ્રવેશેલી પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી, ૧૩.૩ ટકા મતદારો દ્વારા ત્રીજા ક્રમે રહી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
