News of Saturday, 11th October 2025
૭૦ વર્ષનો વર અને ૪૫ વર્ષની લાડી!

બિલાસપુર, તા.૧૧: અજબ પ્રેમ કી ગજબ કહાનીના અનેક કિસ્સાઓ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે આવો જ એક અનોખો કિસ્સો છત્તીસગઢના બિલાસપુરથી સામે આવ્યો છે. ૭૦ વર્ષના દાદુરામ ૪૫ વર્ષની આરતી સાથે લગ્ન કર્યા હતા. ભીખ માગીને જીવન પસાર કરતા દાદુરામે ૧૨ વર્ષ પહેલા પોતાના પતિથી અલગ થયેલ આરતી સાથે અઠવાડિયા પહેલા જ મુલાકાત કરી હતી. મહત્વનું છે કે દાદુરામે સ્થાનિક શિવમંદિરમાં આરતી સાથે ૭ ફેરા લેતા સમગ્ર વિસ્તાર તેમની જાનમાં જાનૈયા બનીને ઉમટી પડ્યો હતો અને બેન્ડવાજા વગાડીને બંન્નેને હરખભેર આવકાર્યા હતા.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
