<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

હવામાં ફંગોળાઈને હેલિકોપ્ટર ક્રેશ: લોસ એન્જલસના બીચ પર મોટી દુર્ઘટના! ભયાનક વીડિયો વાયરલ, ૫ લોકો ઘાયલ

આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં હેલિકોપ્ટર હવામાં અનિયંત્રિત રીતે ફંગોળાતું જોવા મળે છે, જે ઘટનાની ગંભીરવી રહ્યું છે

નવી દિલ્‍હી: અમેરિકાના લોસ એન્જલસ નજીક શનિવારે બપોરે એક ભયાનક હેલિકોપ્ટર ક્રેશની ઘટના સામે આવી છે. હંટીંગ્ટન બીચ પર ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં એક હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવીને ક્રેશ થયું હતું, જેનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ વિભાગે આપેલી માહિતી અનુસાર, હેલિકોપ્ટરે ટેકઓફ કર્યું, પરંતુ થોડી જ વારમાં તે નિયંત્રણ બહાર થઈ ગયું.
આ અકસ્માત પેસિફિક કોસ્ટ હાઇવે અને હંટીંગ્ટન સ્ટ્રીટ પર થયો હતો. હંટીંગ્ટન બીચ પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર બે લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે રસ્તા પર હાજર ત્રણ રાહદારીઓ પણ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક વ્યક્તિ આ ભયાનક દુર્ઘટનામાંથી બચી ગયો હોવાની પણ માહિતી મળી છે.
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં હેલિકોપ્ટર હવામાં અનિયંત્રિત રીતે ફંગોળાતું જોવા મળે છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

(12:01 PM IST)