લખનઉઃ ધો. ૧૧ ની વિદ્યાર્થીની પર થયેલ ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી
એક આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળઃ મુખ્ય આરોપી પાસેથી હથીયાર પણ મળી આવ્યુ

લખનઉ: 11મા ધોરણની વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. પોલીસ ફાયરિંગમાં એક શંકાસ્પદ ઘાયલ થયો હતો. તેને પગમાં ગોળી વાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લખનઉના બાંથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ યુવકોએ 11મા ધોરણની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે બેની શોધ ચાલુ છે.
આરોપીએ ગુનો કર્યો ત્યારે વિદ્યાર્થીની તેની મોટી બહેનના ઘરે જઈ રહી હતી. રસ્તામાં તેની એક બહેનપણી મળી. તેને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, પાંચ યુવાનો આવ્યાં અને વિદ્યાર્થીની સાથે છેડતી કરવાનું શરૂ કર્યું. જ્યારે વિદ્યાર્થીનીની બહેનપણીએ વિરોધ કર્યો, ત્યારે તેઓએ તેને નિર્દયતાથી માર માર્યો, તેને ભગાડી દીધી અને પછી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કર્યો હતો.
માહિતી મળતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને આરોપીઓની શોધ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર 11 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે બાંથરા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે કેટલાક યુવાનો દ્રારા એક છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો છે. પીડિતાના પિતાની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધ્યો અને ત્યાર બાદ ટીમો બનાવી હતી. મોડી રાત્રે પોલીસ હરોની રેલ્વે સ્ટેશન નજીક ચેકપોસ્ટ કરી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર બે અજાણ્યા શખ્સો ત્યાંથી પસાર થયા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ ગોળીબાર કર્યો હતો.
પોલીસની જવાબી કાર્યવાહીમાં એક આરોપી ઘાયલ થયો હતો, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ લલિત કશ્યપ જણાવ્યું હતું, તે આ કેસમાં મુખ્ય આરોપી છે. તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
