ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Sunday, 12th October 2025
ખેડૂતો સાથે પીએમ મોદીની ખાસ વાતચીત: 'પીએમ સન્માન નિધિ' યોજના અમારા માટે વરદાનરૂપ છે - ખેડૂતોએ વડાપ્રધાનને બિરદાવ્યા
ખેડૂતોએ કેન્દ્ર સરકારની યોજનાઓ, ખાસ કરીને 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના'ના વખાણ કર્યા હતા

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં આઈસીએઆર-ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન (પૂસા કેમ્પસ) ખાતે આયોજિત વિશેષ કૃષિ કાર્યક્રમમાં દેશભરના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
આ તકે, ખેડૂતોએ કેન્દ્ર સરકારની યોજનાઓ, ખાસ કરીને 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના'ના વખાણ કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ યોજના તેમના માટે આર્થિક મદદનો મોટો સ્રોત બની છે અને તે તેમના માટે 'વરદાન' સમાન છે.
એક મહિલા ખેડૂતે કહ્યું કે વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાની મદદ ખેતરની ખેડાણ અને બિયારણ ખરીદવામાં ઘણી ઉપયોગી થાય છે.
વડા પ્રધાનશ્રીએ ખેડૂતોને ખાતરનો ઉપયોગ ઘટાડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર પણ ભાર મૂક્યો હતો, સાથે જ પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને કૃષિ માળખાકીય ફંડ (એઆઈએફ) અંતર્ગત ૧,૧૦૦ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
