હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 12th October 2025
'ફટાકડા પર જ્ઞાન પ્રદર્શિત ના કરો, અમે બકરીઈદ-તાજિયા પર કોઈ જ્ઞાન નથી આપતા'
ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન: અમે તો ફટાકડા ફોડીશું, આ અમારી પરંપરા છે અને અમે તેને નિભાવીશું."*

બાગેશ્વર ધામ (મધ્ય પ્રદેશ): બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવાળી પર ફટાકડાના ઉપયોગ અને પર્યાવરણને લઈને થતી ટીકાઓ પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
શાસ્ત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અન્ય ધર્મોના લોકોએ ફટાકડા ફોડવા પર જ્ઞાન ન આપવું જોઈએ, કારણ કે અમે બકરી ઈદ અને તાજિયા પર જ્ઞાન નથી આપતા. અમે તો ફટાકડા ફોડીશું, આ અમારી પરંપરા છે અને અમે તેને નિભાવીશું." હિન્દુ તહેવારોને ટાર્ગેટ બનાવવાની આ નવી ફેશન છે.
તેમણે અભિનેતાઓને પણ આ મામલે ફક્ત દિવાળી પર જ ટીપ્પણી ન કરવા વિનંતી કરી હતી. તેમનું આ નિવેદન દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાને વધુ વેગ આપી રહ્યું છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
