News of Sunday, 12th October 2025
ભારતમાં 'સ્લો ટ્રાવેલ'નો વધતો ટ્રેન્ડ: ૨૦૨૪માં ૩.૦૯ કરોડ ભારતીયો વિદેશ ગયા, ૫૦ દિવસ રોકાઈને પરત ફર્યા !
ટૂંકા વેકેશનને બદલે લાંબા સમય સુધી એક જ સ્થળે રહીને ત્યાંના સ્થાનિક જીવનનો અનુભવ મેળવવાનું ચલણ વધ્યું

ભારતમાં 'સ્લો ટ્રાવેલ'નો વધતો ટ્રેન્ડ: ૨૦૨૪માં ૩.૦૯ કરોડ ભારતીયો વિદેશ ગયા, ૫૦ દિવસ રોકાઈને પરત ફર્યા !
નવી દિલ્હી: ભારતીય પ્રવાસીઓમાં હવે 'સ્લો ટ્રાવેલ' (ધીમા પ્રવાસ)નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૪માં લગભગ ૩.૦૯ કરોડ ભારતીયો વિદેશ પ્રવાસ પર ગયા હતા, અને આ પ્રવાસીઓ સરેરાશ ૫૦ દિવસ વિદેશમાં રોકાઈને પરત ફર્યા હતા.
ટૂંકા વેકેશનને બદલે લાંબા સમય સુધી એક જ સ્થળે રહીને ત્યાંના સ્થાનિક જીવનનો અનુભવ મેળવવાનું ચલણ વધ્યું છે.
વિદેશી સ્થળોમાં અબુધાબી અને હનોઈ (વિયેતનામ) ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીના 'ફેવરિટ ડેસ્ટિનેશન' તરીકે ઊભરી આવ્યા છે, જે દર્શાવે છે કે હવે ભારતીયો પરંપરાગત પ્રવાસ સ્થળો ઉપરાંત નવા એશિયન અને મધ્ય પૂર્વના સ્થળોને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
