<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

વહેમની ક્રૂરતા: જાદુ-ટોણાની શંકામાં પાડોશીનું માથું કુહાડીથી કાપી ૫ ફૂટ દૂર ફેંક્યું, કોર્ટે ફટકારી ફાંસીની સજા

નિર્દયતાથી હત્યા કરનાર ૨૩ વર્ષીય યુવકને દોષિત ઠેરવીને આ સજા ફરમાવી: કોર્ટે આ કેસને "રેરેસ્ટ ઓફ ધ રેર" ગણાવ્યો

ખંડવા: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાની એક કોર્ટે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ પ્રથમ વખત ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે જાદુ-ટોણાની શંકાના આધારે પોતાના પાડોશીની કુહાડીથી ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરનાર ૨૩ વર્ષીય યુવકને દોષિત ઠેરવીને આ સજા ફરમાવી છે. કોર્ટે આ કેસને "રેરેસ્ટ ઓફ ધ રેર" ગણાવ્યો હતો.
આરોપી ચંપાલાલ ઉર્ફે નંદુને શંકા હતી કે તેના પાડોશી રામનાથ તેના પર કાળો જાદુ કરી રહ્યા છે, જેના કારણે તે બીમાર રહે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં, તેણે મોડી રાત્રે રામનાથ પર કુહાડીથી હુમલો કર્યો અને તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. એટલું જ નહીં, તેણે ધમકી આપી હતી કે જે કોઈ નજીક આવશે તેને પણ મારી નાખશે. 
કોર્ટે ડીએનએ રિપોર્ટ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આરોપીને દોષિત ઠેરવ્યો અને માત્ર સાત મહિનામાં જ કેસનો નિકાલ કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો.


 

(11:06 PM IST)