<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અયોધ્યાના સુપ્રસિધ્ધ રાવત મંદિરના મહંતનું શંકાસ્પદ મૃત્યુ, જમ્યા બાદ મોઢામાંથી ફીણ નીકળ્યું: કરોડો રૂપિયાની જમીનનો સોદો કારણભૂત?

મહંતે તાજેતરમાં જ મંદિરની આઠ કરોડ રૂપિયાની જમીન વેચી હતી.

અયોધ્યા: અયોધ્યાના પ્રસિદ્ધ રાવત મંદિરના મહંત રામ મિલન દાસનું શનિવારે સાંજે શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે. તેમના શિષ્યોના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ સાત વાગ્યે ભોજન લીધાના થોડા સમય બાદ જ તેમના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તેમને તાત્કાલિક શ્રી રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે, કારણ કે મહંતે તાજેતરમાં જ મંદિરની આઠ કરોડ રૂપિયાની જમીન વેચી હતી. પોલીસ આ કેસમાં જમીનના સોદા સાથે જોડાયેલા કોઈ વિવાદ કે આર્થિક લેવડ-દેવડના એંગલથી પણ તપાસ કરી રહી છે.
પોલીસના મતે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલ પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને મહંતના નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.



 

(9:24 AM IST)