<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડબ્રેક ધસારો, ગયા વર્ષનો આંકડો પાર કરી ૧૬.૫૬ લાખને આંબ્યો: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી એકવાર નવા વિક્રમો સ્થાપિત કરી રહી છે

આ વર્ષે ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ ૪૭ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા: યાત્રાના ઇતિહાસમાં એક નવુ સીમાચિહ્ન સ્થાપિત થયું

દેહરાદૂન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી એકવાર નવા વિક્રમો સ્થાપિત કરી રહી છે. આ વર્ષે કેદારનાથ ધામમાં દર્શનાર્થીઓની સંખ્યાએ ગત વર્ષ ૨૦૨૪નો રેકોર્ડ તોડી નાખ્યો છે. વરસાદ અને હિમવર્ષા જેવી વિપરીત પરિસ્થિતિઓ છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી આવી નથી.
તાજેતરના આંકડાઓ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં ૧૬ લાખ ૫૬ હજારથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. જ્યારે ગત વર્ષ ૨૦૨૪માં સમગ્ર યાત્રાકાળ દરમિયાન કુલ ૧૬ લાખ ૫૨ હજાર યાત્રિકો પહોંચ્યા હતા. હજુ ૨૩ ઓક્ટોબરે ભાઈબીજના દિવસે મંદિરના કપાટ બંધ થવાને સમય બાકી છે, ત્યાં સુધીમાં આ આંકડો ૧૭ લાખને પણ પાર કરી જાય તેવી સંભાવના છે.
આ વર્ષે ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ ૪૭ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે, જે યાત્રાના ઇતિહાસમાં એક નવુ સીમાચિહ્ન છે.


 

(10:57 PM IST)