<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

મૌલાનાના મારનો બદલો લેવા સગીર વિદ્યાર્થીઓએ તેની પત્ની અને બે દીકરીઓની કરી ઘાતકી હત્યા

બંને વિદ્યાર્થીઓએ ઘરમાં ઘૂસીને મૌલાનાની પત્ની અને બે દીકરીઓ પર હથોડી અને છરી વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી.

બાગપત: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ગાંગનોલી ગામની એક મસ્જિદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બે સગીર વિદ્યાર્થીઓએ પોતાના મૌલાનાની પત્ની અને બે માસૂમ દીકરીઓની નિર્મમ હત્યા કરી નાખી.
પોલીસે માત્ર છ કલાકમાં જ આ ત્રેવડી હત્યાનો ભેદ ઉકેલીને બંને સગીર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જે કારણ જણાવ્યું તે અત્યંત ચોંકાવનારું છે. 
તેમણે જણાવ્યું કે મૌલાના ભણવામાં ધ્યાન ન આપવા બદલ અવારનવાર તેમને માર મારતા હતા. શનિવારે પણ મૌલાનાએ એક સગીરની પિટાઈ કરી હતી. આ જ અપમાન અને મારનો બદલો લેવા માટે, જ્યારે મૌલાના એક કાર્યક્રમમાં ભાગ લેવા દેવબંધ ગયા હતા, ત્યારે બંને વિદ્યાર્થીઓએ ઘરમાં ઘૂસીને મૌલાનાની પત્ની અને બે દીકરીઓ પર હથોડી અને છરી વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી.
ઘટના બાદ આરોપીઓએ રડવાનો ઢોંગ પણ કર્યો હતો. પોલીસે તેમની પાસેથી હત્યામાં વપરાયેલા હથિયારો પણ કબ્જે કર્યા છે.



 

(9:24 AM IST)