<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

જીવતા પોતાની સ્‍મશાનયાત્રા કાઢી

કોણ - કોણ આવે છે એ જોવું હતું

ગયાજી, તા.૧૩: બિહારના ગયાજી જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. વાયુસેનાના એક ભૂતપૂર્વ સૈનિકે જીવતા રહીને પોતાની અંતિમયાત્રા કાઢી હતી. બેન્‍ડ સંગીત અને ‘રામ નામ સત્‍ય હૈ' ના નારા વચ્‍ચે તેઓ સ્‍મશાનગળહ પહોંચ્‍યા. ગયાજી જિલ્લાના કોંચી ગામના રહેવાસી મોહન લાલે કહ્યું કે તેઓ જોવા માંગતા હતા કે તેમની અંતિમયાત્રામાં કોણ હાજરી આપે છે.

‘હું જોવા માંગતો હતો કે કેટલા લોકો આવશે.'

તેમણે કહ્યું, ‘લોકો મળત્‍યુ પછી અંતિમયાત્રા લઈ જાય છે, પરંતુ હું પોતે આ દ્રશ્‍ય જોવા માંગતો હતો અને સમજવા માંગતો હતો કે લોકો મને કેટલો આદર અને પ્રેમ આપે છે.' તેમના આ કાર્યની વાત આગની જેમ ફેલાઈ ગઈ, અને સેંકડો ગ્રામજનો આ અનોખી યાત્રામાં જોડાયા. સ્‍મશાનગળહ પહોંચ્‍યા પછી, તેમનો પ્રતીકાત્‍મક પૂતળો બાળવામાં આવ્‍યો અને એક સામૂહિક ભોજન સમારંભ યોજાયો હતો.

ગામમાં એક સ્‍મશાનગળહ બનાવવામાં આવ્‍યું. ગ્રામજનોએ જણાવ્‍યું કે વરસાદની ઋતુમાં અગ્નિસંસ્‍કારની મુશ્‍કેલીઓનો સામનો કરતા મોહનલાલે પોતાના ખર્ચે ગામમાં એક સુસજ્જ સ્‍મશાનગળહ બનાવ્‍યું. તેમણે કહ્યું કે મોહનલાલનો આ પ્રયાસ સમગ્ર વિસ્‍તાર માટે પ્રેરણારૂપ છે.

મોહનલાલનો પરિવાર કયાં છે? : મોહનલાલે કહ્યું કે તેમના બે પુત્રો અને એક પુત્રી છે. એક પુત્ર, દીપક, ડૉક્‍ટર છે અને કલકત્તામાં કામ કરે છે, જ્‍યારે બીજો, વિશ્વપ્રકાશ, શિક્ષક છે. તેમણે કહ્યું કે તેમની પુત્રી, ગુડિયા, પરિણીત છે અને ધનબાદમાં તેના પરિવાર સાથે રહે છે. મોહને કહ્યું કે તેમની પત્‍ની, જીવન જ્‍યોતિનું ૧૪ વર્ષ પહેલા અવસાન થયું હતું.(૨૩.૪)

(10:01 AM IST)