News of Monday, 13th October 2025
ગાઝામાં ફરી હત્યાકાંડ...એક જ ઝટકામાં ૨૭ લોકોના મોત
હમાસ સુરક્ષા દળો અને દુઘમુશ જાતિના લડવૈયાઓ વચ્ચે અથડામણ

ગાઝાપટ્ટી તા.૧૩: ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સ્થાપિત થઈ છે. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહુને આશા છે કે તેમના કેદીઓને સોમવારથી પરત મોકલવાનું શરૂ થશે. જોકે, આ બધા વચ્ચે, ગાઝામાંથી ચિતાજનક સમાચાર આવ્યા છે. ગાઝામાં ફરી એકવાર હિસા ફાટી નીકળી છે, પરંતુ આ વખતે દુશ્મન ઇઝરાયલ નહીં, પરંતુ હમાસના પોતાના લોકો છે. શનિવારની મોડી રાતથી રવિવાર સવાર સુધી ચાલેલી હમાસ સુરક્ષા દળો અને દુઘમુશ જાતિના લડવૈયાઓ વચ્ચેની અથડામણમાં ૧૯ આદિજાતિના સભ્યો અને ૮ હમાસ લડવૈયાઓ સહિત ઓછામાં ઓછા ૨૭ લોકો માર્યા ગયા.
ગાઝામાં ઇઝરાયલી હુમલાઓના અંત પછી આ સૌથી ઘાતક આંતરિક સંઘર્ષ છે. બીબીસીના અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ગાઝા શહેરના તેલ અલ-હાવા વિસ્તારમાં જોર્ડન હોસ્પિટલ નજીક ભારે ગોળીબાર થયો હતો. માસ્ક પહેરેલા હમાસના બંદૂકધારીઓએ દુઘમુશ જાતિના લડવૈયાઓ પર હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ, આ અથડામણ ત્યારે શરૂ થઈ હતી જ્યારે ૩૦૦ થી વધુ હમાસ લડવૈયાઓ એક ઇમારતમાં પ્રવેશ્યા જ્યાં દુઘમુશ જાતિના સભ્યો છુપાયેલા હતા. સ્થાનિક લોકોએ કહ્યું, આ વખતે, લોકો ઇઝરાયલી હુમલાઓથી નહીં, પરંતુ તેમના પોતાના લોકોથી ભાગી રહ્યા હતા. યુદ્ધથી પહેલાથી જ તબાહ થયેલા ઘણા પરિવારોને ફરીથી વિસ્થાપનનો સામનો કરવો પડ્યો.
અહેવાલો અનુસાર, લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે દુઘમુશ લડવૈયાઓએ બે ચુનંદા હમાસ લડવૈયાઓને ગોળી મારી દીધી, જેમાંથી એક હમાસના વરિષ્ઠ લશ્કરી ગુપ્તચર વડા, ઇમાદ અકેલનો પુત્ર હતો. ગુસ્સે ભરાયેલા, હમાસે વિસ્તારને ઘેરી લેતા સુરક્ષા કાર્યવાહીૅ શરૂ કરી. હમાસના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર લશ્કર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીૅ હતી જેને ગંભીર રીતે દબાવવામાં આવશે દરમિયાન, દુઘમુશ જનજાતિએ આરોપ લગાવ્યો કે હમાસ તેમની ઇમારત પર કબજો કરવા માંગે છે, જે અગાઉ જોર્ડનની હોસ્પિટલ હતી અને જ્યાં આદિજાતિના સભ્યોએ આશ્રય લીધો હતો. અહેવાલો અનુસાર, ૧૯ દુઘમુશ અને ૮ હમાસ લડવૈયાઓ માર્યા ગયા.
ગાઝાના સૌથી અગ્રણી આદિજાતિઓમાંના એક દુઘમુશનો લાંબા સમયથી હમાસ સાથે તણાવપૂર્ણ સંબંધ રહ્યો છે અને ભૂતકાળમાં હમાસ સાથે અથડામણ થઈ છે. બંને પક્ષો અથડામણ માટે એકબીજાને દોષી ઠેરવે છે. દુઘમુશનું કહેવું છે કે હમાસે તે સ્થાન પર હુમલો કર્યો જ્યાં તેમના સભ્યોએ આશ્રય લીધો હતો અને એક ઠેકાણું સ્થાપ્યું હતું, જેના કારણે અશાંતિ ફેલાઈ હતી.
ગાઝાથી મળેલા અહેવાલો અનુસાર, હમાસે તાજેતરમાં ઇઝરાયલના પાછા ખેંચાયા પછી ત્યજી દેવાયેલા વિસ્તારો પર નિયંત્રણ મેળવવા માટે ૭,૦૦૦ સુરક્ષા કર્મચારીઓને પાછા બોલાવ્યા છે. આમાં ઘણા ભૂતપૂર્વ લશ્કરી કમાન્ડરોનો સમાવેશ થાય છે જેમને ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્થાનિક સૂત્રો કહે છે કે હમાસ ગાઝાને ગુનેગારો અને ઇઝરાયલ તરફી તત્વોથી સાફ કરવાની તૈયારી કરી રહ્યું છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
