News of Monday, 13th October 2025
પ્રેમિકાનું મોઢું દબાવી કુહાડીથી હત્યા વચ્ચે પડેલ વૃદ્ધ દાદીને પણ રહેંસી નાખી

સુરગુજાઃ છત્તીસગઢના સુરગુજા જિલ્લાના ઉદયપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ક્રૂર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક યુવકે તેની પ્રેમિકાના મોંમાં કપડું ઠુંસીને કુહાડીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી હતી. આ દરમિયાન યુવતીની ચીસો સાંભળીને તેની વૃદ્ધ દાદી વચ્ચે બચાવવા આવતા, આરોપીએ તેમના પર પણ કુહાડીથી હુમલો કરી તેમને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને મૃતક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઈક બાબતે ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે પોલીસે આરોપીને પકડી લીધો છે.(૩૮.૨૦)
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
