<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

છોકરીઓએ રાત્રે બહાર ન નીકળવું જોઈએ મમતા બેનર્જીનું વિવાદાસ્‍પદ નિવેદનઃ હોબાળો

દુર્ગાપુરઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે થયેલા ગેંગરેપની ઘટના પર મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ એક વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને દીકરીઓએ રાત્રિના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ. તેમણે પોતાની સુરક્ષા જાતે જ કરવી જોઈએ.

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, જે હોસ્‍ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ છે, ખાસ કરીને જે બીજા રાજ્‍યોમાંથી ભણવા આવી છે, તેમણે હોસ્‍ટેલના નિયમોનું પાલન કરવું જોઈએ.

તેમણે કહ્યું પીડિતા રાત્રે સાડા બાર વાગ્‍યે બહાર કેવી રીતે આવી? કોલેજોએ પણ વિદ્યાર્થિનીઓની સુરક્ષા પ્રત્‍યે વધુ સતર્ક રહેવું જોઈએ. સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે.

(1:41 PM IST)