<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ભોપાલમાં બ્‍લિંકિટ ડિલિવરી બોયઝનો આતંક, ભાજપ નેતાના ઘરે લાઠી-દંડા સાથે તૂટી પડ્‍યા

ભોપાલઃ મધ્‍યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઓનલાઈન ડિલિવરી કંપની બ્‍લિંકિટના ડિલિવરી બોયઝની ગુંડાગીરીનો એક કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં કેટલાક ડિલિવરી બોયઝે કથિત રીતે એક ભાજપ નેતાના ઘરે લાકડી-દંડા લઈને હુમલો કર્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, કોઈક બાબતે વિવાદ થયા બાદ ડિલિવરી બોયઝનું ટોળું ભાજપ નેતાના ઘરે પહોંચ્‍યું હતું. જ્‍યારે નેતાએ દરવાજો ન ખોલ્‍યો, ત્‍યારે તેમણે બહાર હાજર રહેલા નોકરોને માર માર્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલાનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સ્‍પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્‍લેટફોર્મ સાથે જોડાયેલા કર્મચારીઓના વર્તન અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(1:41 PM IST)