<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

દિવાળીની રજા આવીઃ સહેલાણીઓ ફરવા જવા માટે તલપાપડ

બેંગ્‍લોર-મૈસુર-ઊંટી-કુર્ગ-વાયનાડ-કોચીન-મુન્‍નાર-ઠેકડી-કાશ્‍મીર-સોમનાથ-દ્વારકા-સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી-વીરપુર-ખોડલધામ-સાસણગીર-દિવ-જુનાગઢ-ગોવા-મહાબળેશ્વર-માથેરાન-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-લેહ લદાખ-શ્રીનાથદ્વારા-ઉદયપુર-આબુ-કુંબલગઢ-જયપુર-જોધપુર-જેસલમેર-જવાઇ-કચ્‍છ-માંડવી-ગાંધીધામ-સિમલા-મનાલી-ધરમશાળા-ડેલ હાઉસી-પંચમઢી-પીપળીયા-અલીગઢ-ખપોલી-ચીક મંગ્‍લુર-હરીદ્વાર-તિરૂપતી-મદુરાઇ-રામેશ્વર-ઋષિકેશ-નૈનિતાલ-મસૂરી-રાણકપુર-ચિતોડગઢ સહિતના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર જવા માટે જબ્‍બર ઉત્‍સાહ

નેપાળની રાજકીય અસ્‍થિરતા-હિંસા-કુદરતી આફતની અસર દિવાળી ઉપર દેખાઇ :

ફોરેનના શોખીનોમાં વિયેટનામ જવાનો ભારે ક્રેઝઃ ફુકોક,હનોઇ, સાપા, દાનાંગ સાથે ક્રુઝની મોજ માણવા પ્રવાસીઓની દોટ :

સિંગાપુર-મલેશીયા-ક્રુઝ-થાઇલેન્‍ડ-શ્રીલંકા-હોંગકોંગ-ફીલીપાઇન્‍સ-ભૂટાન-સાઉથ કોરીયા-મકાઉ-ઓસ્‍ટ્રેલીયા-ન્‍યુઝીલેન્‍ડ-માલદિવ્‍ઝ સહિત અબ્રોડ ફલાય કરવા લોકો આતુર :

મલેશીયાનું લંકાવી ન્‍યુ એટ્રેકશન

સાથે ઉભરી આવ્‍યું: કોલાલમ્‍પુર- જેન્‍ટીંગ-પીનાંગ-પોર્ટડીકશન માટે

પણ ધસારોઃ એવરગ્રીન દૂબઇનો

મોહ જરા પણ ઓછો થતો નથી :

ગ્‍લોબલાઇઝેશન, કોમ્‍યુનિકેશન અને

ટ્રાન્‍સપોર્ટેશનના ફાસ્‍ટ ફોરવર્ડ જમાનામાં ફેમિલી-ગ્રુપ સર્કલ સાથે ‘કવોલિટી ટાઇમ'

સ્‍પેન્‍ડ કરવા રજાઓનો ઉપયોગ :

ઓનલાઇન બુકીંગનો લાભ પણ લોકો લઇ રહ્યા છેઃ અમુકમાં તો આકર્ષક ડીસ્‍કાઉન્‍ટ પણ મળે છેઃ પસંદગીના સ્‍થળોના ફલાઇટના ભાડામાં તોતીંગ વધારોઃ સાથે સાથે પસંદગીની

ટ્રેનોમાં લાં...બુ...વેઇટીંગ લીસ્‍ટ :

ઘણાં લોકોએ તો દિવાળીની આગળના દિવસો કે દિવાળી પછીના દિવસોમાં ફરવા જવાનું નકકી કર્યુઃ ટ્રાફીકમાંથી મુકિત અને પ્રમાણમાં ઓછી કિંમતના આકર્ષક પેકેજનો લાભ લેવાની ઇચ્‍છાઃ સુપર્બ હોલિડેઝ માટેનો નવો ટ્રેન્‍ડ :

કર્ણાટકનું ચીક મંગ્‍લુર નવા ડેસ્‍ટીનેશન તરીકે પ્રિફર થયું: રાજકોટની આજુબાજુ પ્રભુ રીસોર્ટ સહિતના ફાર્મ-રીસોર્ટસ પણ બુક થયા :

નવા ડેસ્‍ટીનેશન તરીકે આફ્રીકા ખંડનું સેસલ્‍સ પણ પસંદગી પામી રહ્યું છેઃ અમેરિકન ડોલર ઊંચો જવાથી પ્રમાણમાં પેકેજ મોંઘા થયાઃ ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજ ઉપલબ્‍ધ

રાજકોટ, તા. ૧૩: તહેવારોની મહારાણી ગણાતી દિવાળી અઠવાડીયામાં આવી રહી છે ત્‍યારે આજના માહિતી-ટેકનોલોજી-વૈષ્‍વિકરણના ફાસ્‍ટ ફોરવર્ડ જમાનામાં લોકોની રહેલીકરણીમાં પણ આમૂલ પરિર્વતન જોવા મળી રહયું છે. વેકેશન, રજાઓનો સમયગાળો અને ફ્રી ટાઇમ સંદર્ભે પણ લોકો હવે પોતાના ફેમિલી સાથે કે પછી ગ્રુપ સર્કલ સાથે ‘કવોલિટી ટાઇમ' સ્‍પેન્‍ડ કરી રહયા છે. સતત દોડધામવાળી જીંદગી સાથે લાઇફમાં થોડો ચેન્‍જ પણ લોકો ઇચ્‍છી રહયા છે. આજે કોમ્‍યુનિકેશન અને ટ્રાન્‍સપોર્ટેશનની ‘ફુલફલેજડ' સવલતો વચ્‍ચે દિવાળીના તહેવારોમાં ફરવા જવાના શોખીનો વિવિધ પ્‍લાનિંગ સાથે પુરજોશમાં તૈયારી કરી રહયા છે. દેશ-વિદેશના પસંદગીના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર ‘સુપર્બ હોલીડેઝ' માટે સહેલાણીઓ તલપાપડ હોવાનું જોવા મળે છે.

દિવાળીની રજાઓ દરમ્‍યાન સહેલાણીઓ બેંગ્‍લોર (બેંગ્‍લુરૂ), મૈસુર, ઉંટી, કુર્ગ, વાયનાડ, કોચીન, મુન્નાર, ઠેકડી, કાશ્‍મીર, સોમનાથ, દ્વારકા, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વીરપુર, ખોડલધામ, પરબ, તુલસીશ્‍યામ, બગદાણા, ઘેલાસોમનાથ, સાસણગીર, દિવ, જુનાગઢ ગીરનાર રોપ-વે, ગોવા, મહાબળેશ્વર, માથેરાન, લોનાવાલા, ખંડાલા, ઇમેજિકા, અલીગડ, લેહલદાખ, શ્રીનાથદ્વારા (શ્રીનાથજી), ઉદયપુર, માઉન્‍ટ આબુ, કુંબલગઢ, જયપુર, જોધપુર, જેસલમેર, જવાઇ, કચ્‍છ, માંડવી, ગાંધીધામ, ભુજ, સિમલા, કુલુમનાલી, ધરમશાળા, ડેલહાઉસી, પંચમઢી, પીપળીયા, ખપોલી, ચીક મંગ્‍લુર, હરીદ્વારા, તિરૂપતિ, મદુરાઇ, રામેશ્વરમ, મસુરી, ઋષિકેશ, નૈનિતાલ, રાણકપુર, ચિતોડગઢ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર જવા માટે અધીરા બન્‍યા છે.

લોકોને હવે પોતાના બજેટમાં, પસંદગીના સ્‍થળોના તથા રજાઓની અનુકુળતા મુજબના પેકેજીસ ‘ટ્રાવેલ માર્કેટ'માં ઉપલબ્‍ધ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ જણાવી રહયા છે. દિવાળી દરમ્‍યાન અમુક પસંદગીના સ્‍થળોમાં ફલાઇટના ભાડામાં તોતીંગ વધારો જોવા મળી રહયો છે તો સાથે સાથે પસંદગીની ટ્રેનોમાં લાંબા વેઇટીંગ લીસ્‍ટસ ઓપરેટ થઇ રહયા છે. અમુક સ્‍થળોની ફલાઇટના ભાડામાં તો ત્રણ ત્રણ ગણો વધારો જોવામાં આવી રહયો છે. ટુરીસ્‍ટ બસો પણ ધીમે ધીમે ફુલ જોવા મળી રહી છે. બસ દ્વારા ફરવાના પેકેજ લેવાનો ટ્રેન્‍ડ પણ સતત વધતો જાય છે.

દિવાળી દરમ્‍યાન પસંદગીના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર પેકેજીસ પ્રમાણમાં વધુ મોંઘા હોવાને કારણે હવે લોકો દિવાળી સિવાયના આગળ-પાછળના દિવસોમાં પણ ફરવા જવાનું પ્રીફર કરી રહયા હોવાનું વ્‍યાસ ટુર્સ, રાજકોટના શ્રી જીતુભાઇ વ્‍યાસ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫), ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ, રાજકોટના દર્શીતભાઇ મસરાણી (મો. ૭૬૯૮૮ ૮૮૮૮૯), સનરાઇઝ ટુર્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો. ૯૮૨૫૩ ૭૭૭૦૪) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસે અકિલાને જણાવ્‍યું હતું.

દિવાળીના આગળ-પાછળના દિવસોમાં ફરવા જવાથી ટ્રાફીકમાંથી મુકિત તથા પ્રમારણમાં ઓછી કિંમતના આકર્ષક પેકેજ નો લાભપણ મળી શકે છે. દિવસે દિવસે આ પ્રકારનો ટ્રેન્‍ડ પણ વધતો જાય છે. સાથે સાથે સહેલાણીઓ ઓનલાઇન બુકીંગનો લાભ પણ મોટા પ્રમાણમાં લઇ રહયા છે. ઓનલાઇન બુકીંગની અમુક એપ કે પછી અમુક પેકેજીસમાં તો આકર્ષક ડીસ્‍કાઉન્‍ટ પણ મળતા હોય છે.

દિવાળી દરમ્‍યાન સહેલાણીઓ દ્વારા પસંદ કરાતા વિવિધ ડોમેસ્‍ટીક પેકેજીસ ઉપર એક નજર કરીએ તો...

આ વખતે કર્ણાટકના બેંગ્‍લોર, મૈસુર, ઉંટી, કુર્ગ અને વાયનાડ ના ફોર સ્‍ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ બાય એર પેકેજ ઘણા ચાલ્‍યા છે. જેમા ૭ રાત્રી ૮ દિવસના પ્રતિ વ્‍યકિત ૬૦ થી ૬૫ હજાર રૂપિયા આસપાસ બુકીંગ થયા છે.

ઉપરાંત કેરાલા પણ આ વખતે સારૂં ચાલ્‍યું છે, જેમા કોચીન, મુન્નાર, ઠેકડી, સાથેના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્‍યકિત ૬૦ થી ૬૫ હજાર રૂપિયા આસપાસ પ્રિફર થઇ રહયા છે. સામાન્‍ય રીતે પણ કેરાલા લગભગ આખું વર્ષ સમયાંતરે સહેલાણીઓની અવર જવરથી સતત ધમધમતુ રહે છે.

આ દિવાળી ઉપર કાશ્‍મીર પણ ખુબ ચાલ્‍યું છે. ત્રાસવાદી હુમલા બાદ ખાલીખમ ભાસતું કાશ્‍મીર પ્રવાસીઓથી ફરી વાર ધમધમતું થયું છે. પ્રમાણમાં સસ્‍તા અને કવોલિટી વાળા પેકેજ મળી રહયા છે. ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૪પ થી પ૦ હજાર રૂપિયા આસપાસ ચપોચપ વેચાયા છે. કાશ્‍મીરના અદભુત કુદરતી સૌંદર્યનો સમગ્ર દુનિયામાં ભેટો જડે તેમ નથી.

સાથે સાથે ૬ રાત્રી ૭ દિવસના લેહ લદાખના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૬૦ હજાર આસપાસ પસંદ થઇ રહયા છે, જેમાં નુગ્રાવેલી, પેંગોંગ, લેહ સહિતના આકર્ષક ડેસ્‍ટીનેશન્‍સનો સમાવેશ થાય છે.

રાજસ્‍થાનના શ્રીનાથદ્વારા, ઉદયપુર, માઉન્‍ટ આબુ, કુંબલગઢ, જયપુર, જોધપુર, જેસલમેર, જવાઇ, રાણકપુર, ચિતોડગઢ સહિતના સ્‍થળોએ પોતાની પર્સનલ કાર ઇને જવાનો ક્રેઝ વધ્‍યો છે. અહીં હોટલની કેટેગરીને લઇને વિવિધ જગ્‍યાએ કપલદીઠ એક રાત્રીના ૬ હજાર થી ર૦ હજાર રૂપિયા સુધીના પેકેજ ટ્રાવેલ માર્કેટમાં બોલાઇ રહયા છે. સ્‍થળોની  પસંદગી મુજબ કસ્‍ટમાઇઝડ પેકેજ પણ થઇ રહયા છે.

સૌરાષ્‍ટ્રમાં આવેલ વિશ્વ પ્રસિધ્‍ધ પ્રથમ જયોતિલિંગ સોમનાથની સાથે સાથે લોકો સાસણગીર, દ્વારકા, નાગેશ્વર જયોતિલિંગ, વીરપુર, ખોડલધામ, દિવ, દમણ સહિતની જગ્‍યાઓએ પણ પ્રવાસીઓ શ્રધ્‍ધાળુઓ મોટા પ્રમાણમાં જોવા મળશે. સાસણગીરમં હોટલ, રીસોર્ટ, ફાર્મ હાઉસ સહિતના સ્‍થળોએ સ્‍ટાર કેટેગરી ફેસેલિટીઝ અનુસંધાને પેકેજના ભાવ લોકો દ્વારા પસંદ થઇ રહયા છે. સામાન્‍ય રીતે દિવાળી જેવા તહેવારોમાં એક રાત્રીના કપલદીઠ ૬ થી ૭ હજાર હોઇ શકે છે.

તાજેતરમાં પ્રવાસીઓમાં જબ્‍બર આકર્ષણ જગાવનાર કચ્‍છમાં આવેલ સફેદરણ સહિતના માંડવી, ભુજ, ગાંધીધામ, જેસલતોરલ, માતાનો મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવરનો પ્રવાસ પણ લોકો કરી રહયા છે માંડવીના ફોરેના બીચ રીસોર્ટમાં કપલદીઠ એક રાત્રીના ર૦ થી રપ હજાર રૂપિયા દિવાળી દરમ્‍યાન સાંભળવા મળી રહયા છે. જો કે પોતપોતાની રીતે બાર્ગેનીંગ કરીને અન્‍ય જગ્‍યાએ પણ અકોનોડેશન લઇ શકાય છે.

ગુજરાતની આન, બાન, શાન સમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનો જબ્‍બર ક્રેઝ જરા પણ ઓછો થતો નથી. હજારો સહેલાણીઓનો સતત ઘસારો રહે છે. અહીં એક રાત્રીના કપલદીઠ ૬ થી ૭ હજાર રૂપિયામાં બુકીંગ મળી શકે છે. અહીં ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે.

હિમાચલ પ્રદેશના સિમલા, મનાલી, ધરમશાળા, ડેલહાઉસીના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્‍યકિત ૪પ  થી પ૦ હજાર રૂપિયા આસપાસ ટ્રાવેલ બજારમાં સેલ થયા છે.

ઉપરાંત મધ્‍યપ્રદેશના પંચમઢી, પીપળીયાના ૪ રાત્રી પ દિવસના હોટલ એકોમોડેશન ડીપેન્‍ડન્‍ટ એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્‍યકિત ૧પ હજાર રૂપિયા આસપાસ બુક થયાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે. જોકે આ પેકેજમાં હાલમાં ટીકીટ અવેલબેલ ન હોવાનું જાણવા મળે છે.

*આ વખતે મહારાષ્‍ટ્રમાં માથેરાન મહાબળેશ્વર,ખંડાલા, ખપોલી, ઇમેજિકા લોનાવાલા, અલીગઢ સહિતની જગ્‍યાઓએ લોકો પોતાની કાર લઇને જવાનું પસંદ કરતા જોવા મળી રહયું છે. હોટલની કેટેગરી મુજબ પેકેજના ભાવ જોવા મળી રહયા છે.

*કર્ણાટકમાં આવેલ ચીક મંગલુર નવા ડેસ્‍ટીનેશન તરીકે ઊભરીઆવ્‍યું છે. જેમાં અમદાવાદથી કન્‍નુરની ડાયરકેટ ફલાઇટ મળી રહી છે. અહી ફાઇવસ્‍ટાર હોટલ સાથેના કપલદીઠ એક રાત્રીના ૨૦થી૨૫ હજાર રૂપિયા હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે.

* ઉતરાખંડમાં હરીદ્વાર, ઋષિકેશ,  નૈનિતાલ, મસૂરી, દહેરાદૂન, તેહરી ડેમ સહિતના સ્‍થળોએ જવા માટે લોકો આતુર બન્‍યા છે. વિખ્‍યાત તેહરી ડેમ હરીદ્વારથી અંદાજે ૫૦ કિલોમીટર જેટલો થાય છે.

આ ઉપરાંત દક્ષિણભારતના પ્રખ્‍યાત ધાર્મિક-પવિત્ર સ્‍થળો તિરૂપતિ, મદુરાઇ, રામેશ્વરમ, કન્‍યાકુમારીના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૪૦ થી ૪૫ હજાર રૂપિયા આસપાસ ઘણા ચાલ્‍યા છે.

* દરેક સીઝનમાં એવરગ્રીન ગણાતું ગોવા આ વખતે પણ લોકોમાં ફેવરીટ રહયું છે. નોર્થ ગોવા સાઉથ ગોવા સાથેના ૪રાત્રી ૫દિવસ ના એકસ રાજકોટ બાયએર પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૫ હજાર રૂપિયા આસપાસ ‘હોટ કેક' બન્‍યા છે.

* આ ઉપરાંત રાજકોટથી અમદાવાદ જતા હાઇવે ઉપર હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટની સામે આવેલ પ્રભુ ફાર્મ એન્‍ડ રીસોર્ટના આકર્ષક પેકેજ પણ સંદગી પામી રહ્યા છે. અહીં લકઝુરીયસ વિલા, રમણિય, વાતાવરણ, સ્‍પોર્ટસ, સ્‍વીમીંગપુલ, સ્‍વાદિષ્‍ટ ફુડ સહિતનો યાદગાર અનુભવ થાય છે. સાથે-સાથે રાજકોટના ન્‍યારેડેમ રોડ ઉપર આવેલ લકઝુરીયસ રીસોર્ટ એજન્‍સી લગૂનના હોલી-ડે પેકેજ પણ સહેલાણીઓમાં આકર્ષણ જગાવી રહયા છે. પ્રભુ રીસોર્ટમાં બુકીંગ માટે મો. ૮૫૧૧૧ ૬૪૧૧૧ તથા ૭૫૮૬૦ ૦૦૭૦૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

 ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

* દિવાળીના રજાઓ દરમ્‍યાન ફોરન ફલાય કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વખતે સોૈથી વધુ ક્રેઝ વિયેટનામનો જોવા મળી રહયો છે. અહીં ફુકોક આઇલેન્‍ડ, マનોઇ, સાપા, દાનાંગ સાથે કુર્ઝની મોજ માણવા પ્રવાસીઓએ રીતસર દોટ મૂકી છે. ૯ રાત્રી ૧૦ દિવસ ના એકસ અમદાવાદ પ્રતિવ્‍યકિત દોઢ લાખ રૂપિયા આસપાસ ફટાફટ બુક થઇ ગયા છે. હાલમાં અમેરિકન ડોલર ઊંચે જવાથી તમામ ફોરેન પેકેજીસ થોડા મોંઘા થયા છે.

*મલેશીયાનું લંકાવી નવા ફોરન ડેસ્‍ટીનેશન તરીકે ઊભરી આવ્‍યું છે કે જેને સહેલાણીઓમાં જબ્‍બરદસ્‍ત ક્રેઝ ઊભો કર્યો છે. સાથે સાથે કોલાલમ્‍પુર જેન્‍ટીંગ આઇલેન્‍ડ,   પી નાંગ, પોર્ટ ડીકશને પણ આકર્ષણ જગાવ્‍યું છે. રાજકોટથી તો જીતુભાઇ વ્‍યાસ દ્વારા લંકાવીની સ્‍પેશ્‍યલ ગ્રુપ ટુર પણ ઉપડી રહી છે. ૯ રાત્રી ૧૦ દિવસનો એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ ૪૫ હજાર રૂપિયા આસપાસ ટ્રાવેલ માર્કેટમાં સરકયુલેટ થયો છે.

* દર વર્ષની માફક આ વર્ષે પણ નાના-મોટા સોૈ કોઇને એવરગ્રીન- અબોવઓલ દુબઇનો, મોહ જરાપણ ઓછો થયો નથી. ૬ રાત્રી ૭ દિવસનો એકસ અમદાવાદ ગ્રુપ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ વીસ હજાર રૂપિયા આસપાસ ભારી માત્રામાં બુક થયા છે. આયા યુનિવર્સ, સી-વર્લ્‍ડ, યાશ આઇલેન્‍ડ (અબુધાબી),ગ્‍લોબલ વિલેજ, સ્‍વામીનારાયણ મંદિર, મિરેકલ ગાર્ડન સહિતના આકર્ષક- નવા ટુરીસ્‍ટસ સ્‍પોટ દુબઇના પેકેજમાં ઈન્‍કલુડ થઇ રહયા છે.

* અમદાવાદથી શ્રીલંકાના ૬ રાત્રી ૭ દિવસના પેકેજ પ્રતિ વ્‍યકિત ૮૦ હજારથી એક લાખ રૂપિયા સુધી સારા એવા પ્રમાણમાં બુક થયાનું જાણવા મળે છે. જેમાં બેન્‍ટોટા, નુવારાઆલીયા, યાલા, કોલંબોનો સમાવેશ થાય છે. અમુક પ્રવાસીઓ શ્રીલંકાને ‘ઇગ્નોર ડેસ્‍ટીનેશન' તરીકે પણ ઓળખાવતા હોય છે.

* વર્ષોથી પ્રવાસીઓને મનગમતો

સિંગાપુર, મલેશીયા, ક્રુઝનો ૯ રાત્રી ૧૦ દિવસનો લકઝુરીયસ એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ ૬૫ હજાર રૂપિયા આસપાસ આ વખતે પણ પ્રવાસીઓની પસંદ બન્‍યો છે.

ઉપરાંત થાઇલેન્‍ડના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ ફેમિલી પેકેજ પણ પ્રતિ વ્‍યકિત એક લાખ દસ હજાર રૂપિયા આસપાસ લોકોએ બુક કરાવ્‍યા છે. જેમાં ફીફી આઇલેન્‍ડ, જેમ્‍સબોન્‍ડ તથા કોરલ આઇલેન્‍ડ, ફુકેટ, ક્રાબી, બેંગ્‍કોક, પટ્ટાયા સહિતના વિવિધ સ્‍થળોનો સમાવેશ હોઇ શકે છે.

* વધુ એક નવા ડેસ્‍ટીનેશન તરીકે આફ્રીકા ખંડનું સેસલ્‍સ પણ સહેલાણીઓ પસંદ કરે છે. જેમાં ૬ રાત્રી ૭ દિવસનો એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્‍યકિત એકથી સવા લાખ રૂપિયા આસપાસ માર્કેટમાં અવેલેબલ હોવાનું દર્શીતભાઇ મસરાણી કહી રહયા છે. અહીં માહે એરપોર્ટ ઉપર ઉતરીને પ્રાલે, લાડીગ સહિતના ત્રણ આઇલેન્‍ડનો આનંદ માણી શકાય છે. અહીંની કોરલ તથા મરીન લાઇફ પણ માણવા લાયક છે.

* નેપાળની રાજકીય અસ્‍થિરતા, હિંસા, કુદરતી આફતની અસર આ વખતે દિવાળીના બુકીંગ ઉપર દેખાઇ છે અને લોકોએ નેપાળમાં અસ્‍થિર સંજોગોને કારણે પોતાની નેપાળની ટુર કેન્‍સલ કરાવી છે. અંદાજે પ૦ ટકા જેટલું કેન્‍સેલેશન થયું હોવાનું જાણવા મળે છે. દાર્જીલિંગ-સિક્કિમ, ભૂટાન ઉપર લોકો પસંદગી ઉતારી રહ્યા છે.   ભૂટાનના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૭૦ થી ૭પ હજાર રૂપિયા આસપાસ મળી રહ્યા છે.

દાર્જીલિંગ-સિક્કિમ-મિરીકના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૬૦ થી ૬પ હજાર રૂપિયા આસપાસ બુક થયાનું સંભળાઇ રહ્યું છે.

* ફીલીપાઇન્‍સ, મનિલા, ગોરાકે, શીબુના ૭ રાત્રી ૮ દિવસના ફોર સ્‍ટાર-ફાઇવ સ્‍ટાર એકસ અમદાવાદ પેકેજ પણ ઘણાં લોકોએ લીધા છે.

ઉપરાંત હોંગકોંગ, મકાઉ, સેન્‍ઝેનના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત દોઢ લાખ રૂપિયા આસપાસ વેચાયા હોવાનું જાણવા મળે છે.

* દિવાળી દરમ્‍યાન સાઉથ કોરીયાના સિઓલ, કુશાન, જેજુ સાથેના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત અઢી લાખ રૂપિયા આસપાસ અમુક લોકોએ બુક કરાવ્‍યા છે.

* ઉપરાંત ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ ઓસ્‍ટ્રેલીયાના તથા ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ ન્‍યુઝીલેન્‍ડના પેકેજ પ્રતિ વ્‍યકિત ૩ થી ૪ લાખ રૂપિયામાં બુક થઇ શકે છે.

* ઘણાં સહેલાણીઓ ૪ રાત્રી પ દિવસના માલદિવ્‍ઝના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ રૂપિયા આસપાસ બુક કરાવી રહ્યા છે. તો ઘણાં લોકોએ ૬ રાત્રીના નોરેશીયસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ રૂપિયા આસપાસ બુક કરાવી રહ્યા છે. તો ઘણાં લોકોએ ૬ રાત્રીના મોરેશીયસના એકસ અમદાાવદ પેકેજ પ્રતિ  વ્‍યકિત સવા લાખ રૂપિયા આસપાસ આ દિવાળી દરમ્‍યાન બુક કરાવીને દિવાળીની રજાઓને યાદગાર બનાવવાનો પ્‍લાન કર્યો છે.

(અહીં આપેલ વિવિધ પેકેજીસની કિંમતમાં ટ્રાફીક, બુકીંગ ટાઇમ, હોટલની કેટેગરી, સાઇટસીન્‍સ, ફુડ, ટ્રાન્‍સપોર્ટેશન, ટીકીટની કિંમતમાં ફેરફાર, અણધાર્યા ખર્ચા કે બનાવો સહિતના કારણોને લીધે ફેરફાર શકય છે. કોઇપણ ટુરનું બુકીંગ કરતા પહેલા ટીકીટની અવેલેબિલિટી, હોટલ બુકીંગ, સાઇટસીન્‍સ, ફુડ, ટ્રાન્‍સપોર્ટેશન, એકસ્‍ટ્રા ખર્ચા સહિતના પરિબળો ધ્‍યાને લઇ વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્‍ટ, પોર્ટલ, એપ, ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા બુકીંગ કરાવવું હિતાવહ છે, કે જેથી લેટેસ્‍ટ અપડેટસ સાથે રજાઓને યાદગાર બનાવી શકાય.

તો ચાલો, એક અઠવાડીયામાં જ દિવાળી આવી રહી છે ત્‍યારે નિષ્‍ઠા, મહેનત, આવડત અને સક્ષમતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા ખમીરવંતા સૌરાષ્‍ટ્રવાસીઓ-ગુજરાતીઓ દેશ-વિદેશમાં વિવિધ સ્‍થળોએ ફરવા જવા નિકળી રહયા છે. પસંદગીના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર સૌરાષ્‍ટ્રવાસીઓ-ગુજરાતીઓ ન હોય તો જ નવાઇ ! જય જય ગરવી ગુજરાત સાથે સૌને અકિલા પરિવાર તરફથી દિવાળી તથા નવા વર્ષની હદયપુર્વકની શુભેચ્‍છાઓ. જય શ્રી કૃષ્‍ણ.(૬.૩)

(11:52 AM IST)