<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ચાંદીમાં ૩૫૦૦-સોનામાં ૮૦૦ રૂા.નો ઉછાળો

ચાંદીના ભાવ ૧,૭૩,૫૦૦ અને સોનાના ભાવ ૧,ર૭,૮૦૦ રૂા.ની નવી ટોચે

 

રાજકોટ, તા. ૧૩: નવા સપ્તાહના પ્રારંભે બુલીયન માર્કેટમાં  સોના-ચાંદીમાં તેજીનો ફુંફાડો યથાવત રહયો છે. આજે ચાંદીમાં વધુ ૩૫૦૦ રૂા. અને સોનામાં વધુ ૮૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ૩પ૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૭૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે  ૧,૭૩,પ૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં વધુ ૮૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,ર૭,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,ર૭,૮૦૦ ની નવી ટોચની સપાટી બનાવી છે.

આજે સવારે બજારો ખુલતાની સાથે જ ચાંદીમાં ૩૮૦૦ રૂા. અને સોનામાં ૩પ૦૦ રૂા. વધ્‍યા હતા. જો કે બપોરે બંને કિંમતી ધાતુ ચાંદીમાં ૩૦૦ રૂા. અને સોનામાં ૧૦૦ રૂા. ઘટી ગયા હતા.

અમેરીકા અને ચીન વચ્‍ચે ટ્રેડ વોરના પગલે આ બંને કિંમતી ધાતુઓમાં ભાવવધારો  થયાનું અને આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવસપાટી જોવા મળે તેવી વકી છે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪.૧૩)

(2:40 PM IST)