News of Monday, 13th October 2025
પાકિસ્તાન સાથે ઘર્ષણ અંગે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું -અમે આક્રમણનો જવાબ આપ્યો અને ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા અને કતાર સહિત ખાતી દેશોની વિનંતી પર હુમલાઓ રોકવામાં આવ્યો

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી હાલમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર અથડામણ થઈ હતી. ખાને સોમવારે અહીં જણાવ્યું હતું કે પાકિસ્તાન સામેની સરહદ પર અફઘાનિસ્તાને પોતાનો ઉદ્દેશ્ય હાંસલ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા અને કતાર સહિત ખાતી દેશોની વિનંતી પર હુમલાઓ રોકવામાં આવ્યો છે. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં મુત્તાકીએ કહ્યું કે અફઘાનિસ્તાને સરહદ પર પાકિસ્તાની આક્રમણનો જવાબ આપ્યો અને પોતાના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ કહ્યું, "ઓપરેશન દરમિયાન અમારા મિત્ર દેશો સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ યુદ્ધ બંધ કરવાની વિનંતી કરી અને અમે સંમત થયા." તેમણે ઉમેર્યું કે તે પછી કોઈ મોટી ઘટના બની નથી. મુત્તાકીએ કહ્યું, "અમારું માનવું છે કે યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. મુદ્દાઓ ઉકેલવા માટે સંવાદ અને રાજદ્વારી જરૂરી છે. ભવિષ્યમાં પણ આ અમારી નીતિ રહેશે. અમે ઇચ્છીએ છીએ કે આ પ્રદેશના લોકો શાંતિથી રહે, સમૃદ્ધ થાય અને સારું જીવન જીવે." ઉદ્યોગ સંસ્થા FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુત્તકી પત્રકારો સાથે વાત કરી હતી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર આ હુમલામાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા. વધુમાં અફઘાનિસ્તાને 25 પાકિસ્તાની ચોકીઓ પર કબજો કર્યો હતો. પાકિસ્તાની સુરક્ષા દળો પાસેથી પાંચ કલાશ્નિકોવ, એક રાઇફલ અને એક નાઇટ વિઝન સ્કોપ જપ્ત કરવામાં આવ્યો હતો.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
