<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

દિલ્હીમાં ચોંકાવનારી ઘટના : બે લોકો રસ્તા પર લડાઈ કરતા રહ્યા અને ગઠીયો 11 કિલો ચાંદી લઈને થયો ફરાર

રસ્તામાં સ્કૂટર અથડાયા પછી બંને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઇ :ઘરે પહોંચ્યા પછી અગ્રવાલે સ્કૂટરની ડેકી ખોલી તો તેમાં રહેલી 11 કિલો ચાંદી ગાયબ હતી.

નવી દિલ્હી :ઉત્તરપૂર્વ દિલ્હીના નવા ઉસ્માનપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બે અન્ય લોકો સાથે રસ્તા પર થયેલા ઝઘડા દરમિયાન એક વ્યક્તિના સ્કૂટરની ડેકીમાંથી આશરે 11 કિલો ચાંદી ચોરાઈ ગઈ હતી. આ ઘટના રવિવારે જેપીસી હોસ્પિટલ નજીક બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર શાહદરાના રહેવાસી 22 વર્ષીય રામરતન અગ્રવાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે પોતાના સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેનું વાહન બે અન્ય લોકોના ટુ-વ્હીલર સાથે અથડાયું હતું.

સ્કૂટર અથડાયા પછી બંને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘરે પહોંચ્યા પછી અગ્રવાલે સ્કૂટરની ડેકી ખોલી તો તેમાં રહેલી 11 કિલો ચાંદી ગાયબ હતી. ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ઓળખ માટે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

 

(9:03 PM IST)