<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

સરકારને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનથી આશરે 12 લાખ કરોડની કમાણી

નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો જોવા મળ્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રૂપિયા 12 લાખ સુધીની આવકને કરમુક્તિ આપી હોવા છતાં સરકારના ટેક્સ કલેક્શનમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. અહેવાલો મુજબ કોર્પોરેટ ટેક્સમાં વધારો અને રિફંડમાં ઘટાડાને કારણે ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનથી આશરે 12 લાખ કરોડની કમાણી કરી છે. ત્યારે નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં પણ વધારો જોવા મળ્યો છે. વધુમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે આખરે સરકારને કયા ટેક્સ સ્લેબમાં કેટલો વધારો જોવા મળ્યો છે. 

  1. કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં વધારો અને રિફંડમાં ઘટાડો થવાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં 12 ઓક્ટોબર સુધીમાં ચોખ્ખો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 6.33 ટકા વધીને રૂપિયા 11.89 લાખ કરોડ રૂપિયા થયો છે.
  2. આ વર્ષે 1 એપ્રિલથી 12 ઓક્ટોબરની વચ્ચે જાહેર કરેલું રિફંડ 16 ટકા ઘટીને 2.03 લાખ કરોડ રૂપિયા થયું છે.
  3. 1 એપ્રિલથી 12 ઓક્ટોબર દરમિયાન ચોખ્ખી કોર્પોરેટ ટેક્સ વસૂલાત આશરે રૂપિયા 5.02 લાખ કરોડ રહી, જે 2024ના સમાન સમયગાળામાં રૂપિયા 4.92 લાખ કરોડ હતી.
  4. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન નોન-કોર્પોરેટ ટેક્સ આશરે રૂપિયા 6.56 લાખ કરોડ રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂપિયા 5.94 લાખ કરોડ હતો.
  5. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ની વસૂલાત રૂપિયા 30,878 કરોડ રહી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂપિયા 30,630 કરોડ હતી.
  6. ચાલુ નાણાકીય વર્ષમાં 12 ઓક્ટોબર સુધીમાં ચોખ્ખો પ્રત્યક્ષ ટેક્સ કલેક્શન જેમાં પર્સનલ ઈન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે, વાર્ષિક ધોરણે 6.33 ટકા વધીને 11.89 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં તે લગભગ 11.18 લાખ કરોડ હતી.
  7. રિફંડ માટે સમાયોજિત કરતા પહેલા કુલ પ્રત્યક્ષ ટેક્સ વસૂલાત ચાલુ નાણાકીય વર્ષમાં 12 ઓક્ટોબર સુધીમાં ₹13.92 લાખ કરોડથી વધુ હતી, જે વાર્ષિક ધોરણે 2.36 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
  8. સરકારે ચાલુ નાણાકીય વર્ષ (2025-26)માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન તરીકે 25.20 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે વાર્ષિક ધોરણે 12.7 ટકા વધુ છે. 

 


 

(11:15 PM IST)