News of Tuesday, 14th October 2025
ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયેલનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનર' એનાયત કરાશે
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે જાહેરાત કરી છે કે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'ઇઝરાયેલી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનર' થી સન્માનિત કરવામાં આવશે.

હર્ઝોગે સોમવારે આપેલા નિવેદનમાં ટ્રમ્પના "અથાક પ્રયાસો" ની પ્રશંસા કરી હતી. આ સન્માન ટ્રમ્પને હમાસ સાથે યુદ્ધવિરામ કરાવવા, ગાઝામાંથી બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અને ઇઝરાયેલને સતત સમર્થન આપવા બદલ આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ હર્ઝોગે ટ્રમ્પના એબ્રાહમ એકોર્ડ્સ ને વિસ્તારવામાં અને સમગ્ર ક્ષેત્રમાં શાંતિને આગળ વધારવાના વ્યાપક યોગદાનની પણ પ્રશંસા કરી હતી. આ મેડલ આગામી મહિનાઓમાં એક સમારોહ દરમિયાન ટ્રમ્પને એનાયત કરવામાં આવશે. અગાઉ, આ એવોર્ડ ૨૦૧૩ માં યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત અનેક વિશ્વભરના પ્રખ્યાત વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
