News of Tuesday, 14th October 2025
સાંઢે અચાનક યુવક પર હુમલો કર્યોઃ ૬ ઈંચ સુધી પેટમાં શિગડું ઘૂસાડી દીધું, ૫ ફુટ દૂર ફંગોળીને ફેંકી દીધો
યુવક બેભાન થઈ ગયો. લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

ભોપાલ તા.૧૪: શાહજહાંનાબાદમાં ઈસ્લામી ગેટ નજીક રખડતા ઢોરે એક યુવક પર હુમલો કરી દીધો. યુવક કંઈ સમજી શકે તે પહેલા સાંઢે યુવકના પેટમાં શિગડા ઘૂસાડી પાંચ ફૂટ દૂર ફંગોળી દીધો. યુવકના પેટના નીચલા ભાગમાં સાંઢે ૬ ઈંચ અંદર સુધી શિગડું ઘૂસાડી દીધું. જેના કારણે યુવક બેભાન થઈ ગયો. બાદમાં આ યુવકને લોહીલુહાણ હાલતમાં હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
સારી વાત એ હતી કે શિગડું વાગવા છતાં યુવકના ઇન્ટરનલ ઓર્ગન્સને કંઈ પણ નુકસાન નથી થયું, જેના કારણે તેનો જીવ બચી ગયો. આ મામલો શનિવાર સાંજે લગભગ સાત વાગ્યાનો છે. પણ આ કંઈ એક માત્ર કિસ્સો નથી. આવી રીતે રખડતા ઢોરના કિસ્સામાં કેટલાય લોકોના અગાઉ જીવ પણ ગયા છે.
સાંઢના હુમલામાં ઘાયલ થયેલા મો. પરવેઝે જણાવ્યું કે, ઈસ્લામી ગેટ પર તેને પાનની દુકાન છે. તે સાંજના સમયે લગભગ સાત વાગ્યે દુકાન ખોલવા પહોંચ્યો હતો. ત્યાં રોજની માફક એ દિવસે પણ કેટલાય ઢોર રખડતા હતા. તેનાથી થોડે દૂર એક સાંઢ અચાનક ઝડપથી ઘસી આવ્યો અને તે કંઈ હરકત કરે તે પહેલા તેના પેટમાં શિગડું ઘૂસાડી દીધું અને ઉછાળ્યો. તે પાંચ ફૂટ દૂર જઈને પડ્યો.
મોં. પરવેઝે જણાવ્યું કે, સાંઢ તેને ફરી મારવા માટે દોડ્યો, પણ ત્યાં હાજર લોકોએ તેને ઉઠાવી લીધો. તેણે કહ્યું કે મારા પેટમાંથી લોહી વહી રહ્યું હતું. બાદમાં મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાર બાદ હું બેભાન થઈ ગયો. સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં તેનો જીવ ન ગયો.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
