<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ટોલ પ્‍લાઝા પર ગંદા શૌચાલય દેખાય તો ફોટો પાડીને મોકલો, ૧૦૦૦ રુપિયાનું ફાસ્‍ટેગ રિચાર્જ મળશે

સરકારની નવી પહેલઃ આ ઇનામ મેળવવા માટે યાત્રીઓને રાજમાર્ગયાત્રા એપનો ઉપયોગ કરવો જોઈએ. એપમાં યુઝર્સને જિયો-ટેગ કરેલી, ટાઇમ-સ્‍ટેમ્‍પવાળી તસવીર અપલોડ કરવાની રહેશે

નવી દિલ્‍હીઃ સ્‍વચ્‍છ ભારતની દિશામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (NHAI)એ એક નવું અને રસપ્રદ પગલું ઉઠાવ્‍યું છે. જો કોઈ મુસાફરને ટોલ પ્‍લાઝા પર ગંદા શૌચાલય જોવા મળે તો તેઓ તેને ફોટો મોકલીને ૧૦૦૦ રૂપિયાનું ઇનામ મેળવી શકે છે. આ ઇનામ ડાયરેક્‍ટ તેમના ર્જ્‍ખ્‍લ્‍વ્‍ી અકાઉન્‍ટમાં રિચાર્જ તરીકે જોડવામાં આવશે. આ અભિયાન દેશભરના તમામ નેશનલ હાઈવે પર ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૫ સુધી ચાલશે.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ઇનામ મેળવવા માટે યાત્રીઓને રાજમાર્ગયાત્રા એપનો ઉપયોગ કરવો જોઈએ. એપમાં યુઝર્સને જિયો-ટેગ કરેલી, ટાઇમ-સ્‍ટેમ્‍પવાળી તસવીર અપલોડ કરવાની રહેશે. સાથે જ પોતાનું નામ, વાહન નંબર, મોબાઇલ નંબર અને સ્‍થાન પણ નોંધવાનું રહેશે. જો ફોટો સાચો જણાશે તો એ વાહન નંબરને ૧૦૦૦ રૂપિયાનું ઇનામ FASTag રિચાર્જ તરીકે મળશે. જો કે આ ઇનામ હસ્‍તાંતરણીય નહીં થાય અને તેને રોકડમાં પણ આપવામાં નહીં આવે.

એનએચએઆઈએ સ્‍પષ્ટ કર્યું છે કે આ યોજના ખાલી એનએચએઆઈના નિયંત્રણમાં આવતા શૌચાલય પર લાગુ થશે. ઢાબા, પેટ્રોલ પંપ અથવા ખાની સંસ્‍થાના ટોયલેટ તેમાં સામેલ થશે નહીં. સાથે જ એક વાહન નંબરને ખાલી એક જ વાર ઇનામ મળશે અને કોઈ એક શૌચાલય માટે એક દિવસમાં કેટલાય રિપોર્ટ આવવા પર, ખાલી પહેલું માન્‍ય રિપોર્ટને જ ઇનામ માટે હકદાર માનવામાં આવશે.

આ પહેલ સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવાની સાથે સાથે લોકોમાં જવાબદારી અને જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. એનએચએઆઈનું કહેવું છે કે જનતાની ભાગીદારીથી જ રોડ સાઇડની સુવિધાઓને સારી બનાવી શકાય છે. ગંદકીની ફરિયાદ કરનારાઓને ઇનામ આપી સરકાર સાફ સફાઈને એક જન આંદોલન બનાવવાની દિશામાં જોડી રહ્યા છે. આ અભિયાન સાફ ભારતની ભાવનાને ફરીથી ગતિ આપનારું સાબિત થઈ શકે છે

(9:55 AM IST)