<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

દર્દીના પેટમાંથી ઘડિયાળ, ખીલાં અને લોખંડના ટુકડા મળ્‍યા

દર્દી છેલ્‍લા કેટલાક દિવસોથી પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ લઈને હોસ્‍પિટલ આવ્‍યો હતો

જયપુર તા.૧૪: એસએમએસ હોસ્‍પિટલના ડોક્‍ટરો સામે એક એવો અજબ કેસ આવ્‍યો કે બધા આヘર્યમાં પડી ગયા. એક દર્દીના પેટમાંથી એચએમટી ઘડિયાળ, નટ-બોલ્‍ટ, ખીલા અને લોખંડના ટુકડા મળી આવ્‍યા. દર્દી છેલ્‍લા કેટલાક દિવસોથી પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ લઈને હોસ્‍પિટલ આવ્‍યો હતો. તપાસ દરમિયાન ડોક્‍ટરોએ જોયું કે તેની આહાર નળીમાં ઘડિયાળ ફસાઈ ગઈ છે.

જ્‍યારે ડોક્‍ટરોએ એક્‍સ-રે અને સ્‍કેન રિપોર્ટ તપાસી, ત્‍યારે તેઓ આヘર્યચકિત રહી ગયા. પેટમાં ઘડિયાળ સિવાય અનેક લોખંડની વસ્‍તુઓ મળી આવી. બાદમાં જાણવા મળ્‍યું કે દર્દી માનસિક રોગ પાઇકાથી પીડિત છે. જેમાં વ્‍યક્‍તિ ખાવા યોગ્‍ય ન હોય તેવી વસ્‍તુઓ ગળી લે છે. એસએમએસ હોસ્‍પિટલના જનરલ સર્જરી વિભાગની ટીમે તરત જ સર્જરી શરૂ કરી. લગભગ ૩ કલાક સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન ડોક્‍ટરોએ VATS (વીડિયો અસિસ્‍ટેડ થોરેસિક સર્જરી) ટેકનિકનો ઉપયોગ કર્યો. આ દૂરબીન પદ્ધતિથી ઘડિયાળ, નટ-બોલ્‍ટ અને અન્‍ય ધાતુની વસ્‍તુઓ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી.

ડોક્‍ટરોએ જણાવ્‍યું કે દર્દીને હવે મનોચિકિત્‍સા વિભાગમાં મોકલવામાં આવ્‍યો છે. તેના માટે મનોચિકિત્‍સા અને કાઉન્‍સેલિગ ટ્રીટમેન્‍ટ શરૂ કરવામાં આવી છે જેથી આવું ફરી ન બને. હોસ્‍પિટલ પ્રશાસન મુજબ જો સમયસર ઑપરેશન ન કરવામાં આવ્‍યું હોત તો દર્દીનું જીવન જોખમમાં પડી શકે હતું. હાલ દર્દી સંપૂર્ણ દેખરેખ હેઠળ છે અને જલદી જ તેને ડિસ્‍ચાર્જ કરવામાં આવશે.

(9:55 AM IST)