હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ અને કાશ્મીરઃ બે આતંકવાદીઓને ઠારઃ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ભારતીય સેનાના જવાનોએ ગોળીબાર કર્યો

શ્રીનગરઃ તા. ૧૪, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં LoC પર દ્યૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો. ગઈકાલે રાત્રે શરૂ થયેલા ઓપરેશન દરમિયાન સંયુક્ત દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. અગાઉ, LoC પર શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળ્યા બાદ માછિલ સેક્ટરમાં ગોળીબાર થયો હતો. વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોએ શંકાસ્પદ દ્યૂસણખોરી પ્રવૃત્તિ જોઈ અને સાવચેતીના પગલા તરીકે થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો. વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, અને કોઈ દ્યૂસણખોરી ન થાય તેની ખાતરી કરવા માટે એક વિશાળ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
દરમિયાન, શિયાળા પહેલા જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર BSF એ પોતાની સતર્કતા વધારી દીધી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન સરહદ પારથી દ્યૂસણખોરીના પ્રયાસો વધવાની ધારણા છે. BSF ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીમાંથી જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ ખીણમાં દ્યૂસણખોરી કરવા માટે સરહદ પારના વિવિધ લોન્ચ પેડ પર રાહ જોઈ રહ્યા છે.
BSF ના એડિશનલ ડાયરેક્ટર જનરલ સતીશ એસ. ખંડારેએ જણાવ્યું હતું કે શિયાળા પહેલા દ્યૂસણખોરીના પ્રયાસો સામાન્ય રીતે વધે છે. આને ધ્યાનમાં રાખીને, અમે અમારા સૈનિકો અને અધિકારીઓને સતર્ક રાખ્યા છે અને સરહદ પર સતર્કતા વધારી છે. તેમણે કહ્યું, ‘‘ચોક્કસ સંખ્યા આપવી મુશ્કેલ છે, પરંતુ અમારી પાસેના અહેવાલો અનુસાર, આપણો પડોશી દેશ આતંકવાદીઓની દ્યૂસણખોરીને સરળ બનાવવા માટે સરહદ પાર કેટલાક લોન્ચ પેડ બનાવી રહ્યો છે.''
દરમિયાન, કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળોએ એક જૂનો મોર્ટાર શેલ શોધી કાઢ્યો અને તેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કર્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળેલી માહિતીના આધારે રવિવારે સાંજે હીરાનગર સેક્ટરના કરોલ મથુરા સરહદી ગામના એક ખેતરમાંથી શેલ મળી આવ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
