News of Tuesday, 14th October 2025
અવિરત તેજી : સોનામાં વધુ ૧પ૦૦ અને ચાંદીમાં ર૦૦૦ રૂપિયાનો ઉછાળો
સોનાના ભાવ વધીને ૧,૩૦,૫૦૦ અને ચાંદીના ભાવ ૧,૮ર,૦૦૦ રૂ. ની નવી સપાટીએ

રાજકોટ, તા., ૧૪: બુલીયન માર્કેટમાં સોના ચાંદીમાં અવિરત તેજીના પગલે રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે સોનામાં વધુ ૧૫૦૦ રૂ. અને ચાંદીમાં વધુ ર૦૦૦ રૂ.નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવએ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૧પ૦૦ રૂ.નો ભાવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,ર૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૩૦,૫૦૦ રૂ.ની નવી ટોચની સપાટી બનાવી છે.સોનાના બિસ્કીટમાં ૧પ૦૦૦ રૂપીયા વધી ગયા છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧ર,૯૦,૦૦૦ રૂ. હતા તે વધીને ૧૩,૦પ,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
સવારે બજાર ખુલતાની સાથે જ સોનામાં ર૦૦૦ રૂ. વધ્યા હતા. અને ભાવ ૧,૩૧,૦૦૦ રૂ. થઇ ગયા હતા. જો કે બપોરે પ૦૦ રૂપીયા ઘટી જતા સોનાના ભાવ ૧,૩૦,પ૦૦ રૂ. થયા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂ.નો ઉછાળો થતા ચાંદી ચોરસા (૧ કિલોના ભાવ ૧,૮૦,૦૦૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧,૮ર,૦૦૦ રૂ.ની નવી ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્યા છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
