News of Tuesday, 14th October 2025
ભારતીય સ્ટુડન્ટ્સનો અમેરિકી યુનિ.ઓથી મોહભંગઃ સંખ્યામાં ૪૦% ઘટાડો થયો
ભારતીય વિદ્યાર્થી એવા દેશોને પ્રાથમિકતા આપે છે, જે ભણવાથી રોજગાર સુધીનો રસ્તો આપે : ઊંચો ખર્ચ અને પોસ્ટ-સ્ટડી વર્કની અનિશ્ચિતતા : મોહભંગ માટે કડક ઇમિગ્રેશન પોલિસી અને વીઝા પ્રક્રિયામાં અનિડ્ઢિતતા મુખ્ય પાસાં છે

નવી દિલ્હી તા.૧૪: ઉચ્ચ શિક્ષણ માટે સંયુક્ત રાજ્ય અમેરિક જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકા સુધીનો ભારે ઘટાડો નોંધાયો છે. ઘણી અમેરિકન યુનિવર્સિટી ઘણી હદ સુધી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર આધાર રાખે છે, તેમના માટે આ ચિતાનો વિષય છે. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે એક સમયે ભારતીય વિદ્યાર્થીઓની પસંદ રહેલું અમેરિકા હવે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. વિદ્યાર્થીઓ હવે શિક્ષણની ગુણવત્તાની સાથોસાથ વીઝા સ્ટેબિલિટી, રહેવાનો ખર્ચ અને અભ્યાસ પછી કામ કરવાની તકને પણ મહત્વ આપી રહ્યા છે.
અમેરિકાની યુનિવર્સિટી માટેનો મોહભંગ માટે ઘણાં પાસાં જવાબદાર છે. તેમાં અમેરિકાની કડક ઈમિગ્રેશન પોલિસી અને વીઝા પ્રક્રિયામાં અનિヘતિતા મુખ્ય છે. તેના ઉપરાંત, અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ અને રહેવા-ખાવાનો વધતો ખર્ચ પણ વિદ્યાર્થીઓને અન્ય કિફાયતી વિકલ્પો શોધવા મજબૂર કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થી હવે વધારે સમજીવિચારીને અને જોખમનું આકલન કરીને સ્ટડી ડેસ્ટિનેશનની પસંદગી કરી રહ્યા છે. તેઓ એવા દેશોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જે તેમને ભણવાથી રોજગાર સુધીનો રસ્તો આપી શકે,
અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં લેવા પાછળ ઘણાં મોટાં ફેક્ટર્સ છે. તેમાં વીઝા સાથે સંકળાયેલી સમસ્યાઓ સૌથી સામાના છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ આનાથી પ્રભાવિત છે. અમેરિકાની યુનિવર્સિટીના મોહભંગનું સૌથી મોટું કારણ વીઝા સંબંધી અનિヘતિતા છે. તાજેતરનાં વર્ષોમાં વીઝાનિયમ ઘણા કડક થઈ ગયા છે. પીક એપ્લીકેશન સીઝન દરમિયાન F-1 વીઝા ઈન્ટરવ્યૂને હંગામી ધોરણે બંધ કરવા અને પછી ઇન્ટરવ્યૂ માટે જ લાંબા સમય સુધી રાહ જોવાના કારણે વિદ્યાર્થીઓ સમયસર પોતાના સેમેસ્ટર માટે અમેરિકા પહોંચી નથી શકતા.ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાના બદલે હવે વધારે સ્ટેબલ અને કિફાયતી શિક્ષણ અને કરિયરની તકવાળા દેશો તરફ જુએ છે. જેમાં યુરોષનું આકર્ષણ વધુ છે. જર્મની, ફ્રાન્સ, નેપરલેન્ડ જેવા યુરોપિયન દેશ ઓછી ટ્યૂશન ફી, અંગ્રેજી શીખવતા પ્રોગ્રામ અને ભણતર પછી કામ કરવાના સ્પષ્ટ અધિકાર આપે છે, જર્મની મજબૂત STEM ઇકોસિસ્ટમ અને કિફાયતી શિક્ષણના કારણે થયું ઊભર્યું છે. કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ લોકપ્રિય વિકલ્પ બની રહ્યા છે.
અમેરિકામાં ભણવા માટેનો ખર્ચ વધી રહ્યો છે અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (OPT) અને H-1B વીઝા સાથે જોડાયેલી અનિヘતિતાઓ પણ આ ઘટાડાનું એક કારણ છે. બીજી બાજુ અમેરિકાની યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની ટયુશન ફી અને રહેવાનો ખર્ચ ખૂબ વધારે છે. કેટલીક અમેરિકન સંસ્થાઓમાં તો વાર્ષિક ૧ લાખ ડોલર સુધીનો ખર્ચ છે. H-1B વીઝા માટે ૧ લાખ ડોલરની નવી પ્રસ્તાવિત ફીએ ભારતીય વિદ્યાર્થીઓને હતોત્સાહિત કર્યા છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
