News of Tuesday, 14th October 2025
દિવાળી ટાણે જ ચારથી પાંચ દિવસ સુધી ચેકક્લિયર ન થતાં ગ્રાહક-વેપારી પરેશાન
પહેલાં ૪૮ કલાકે નાણાં જમા થતા, હવે ૭૨ કલાકે પણ મળતાં નથી : રાષ્ટ્રીય બેન્કોએ ૫ વર્ષમાં સર્વિસ ચાર્જ પેટે ૯,૦૦૦ કરોડ વસૂલ્યા હોવાનો આક્ષેપ

અમદાવાદ તા.૧૪: કેન્દ્રની ભાજપ સરકારના વધુ એક વખત અકાવડ પગલાને કારણે લાખો ચાહકોને દિવાળીના તહેવારમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્પીડ ચેક કિલયરન્સની જાહેરાત તો કરાઈ પણ જરૂરી વ્યવસ્થાના અભાવ. બેંકીંગ કર્મચારીઓને પૂરતી તાલીમના અભાવને લીધે દિવાળી તહેવારના સમથમાં ચાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચેક જમા કરાવ્યા બાદ રૂપિયા ખાતામાંથી ઉપડી જાય છે. પરંતુ સામેના ખાતામાં ચારથી પાંચ દિવસ સુધી જમા થતા નથી. પહેલાં ૪૮ કલાકમાં રૂપિયા જમા થઈ જના હતા, પરંતુ હવે ૭૨ કલાકમાં પણ નાણાં જમા થઈ રહ્યા નથી, તેમ કોંગ્રેસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
બેંક સ્ટાફને નવી સિસ્ટમની તાલીમ આપ્યા વિના જ તેનો અમલ કરવામાં આવ્યો, જેના કારશે ગ્રાહકોની હેરાનગતિ વધી છે. બેંકોના ગ્રાહકોને પડી રહેલી ભારે મુશ્કેલી છતાં બેંકના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી, જેના કારણે જે તે બેન્કમાં કર્મચારીઓ મેનેજર સાથે સંઘર્ષની ઘટનાઓ બની રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા, નાણાં મંત્રાલયના અપૂરતા આયોજન અને અમલીકરણમાં મોટા પાવે ખામીના લીધે આર્થિક અફડા તડફીનો ભોગ ગ્રાહકો બની રહ્યા છે. નોટબંધીનો અવિચારી નિર્ણય, ત્યારબાદ જી.એસ.ટી.ની અનેક વિસંગતતા, ખામીઓ, ગરબડ અને ગોટાળાને લીધે દેશમાં નાના-ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.
બેંકના કરોડો ચાહકો, નાના વેપારીઓને અપુરતા બેલેન્સ, સર્વિસ ચાર્જ અને દંડના નામે લૂંટવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં ૯૦૦૦ કરોડ રૂપિયા અને ખાનગી બેંકોએ ૧૦ વર્ષમાં ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ જુઠા જુઠા ચાર્જિસના નામે દેશમાંથી વસૂલી છે. ૨૧૦૦૦ કરોડ મીનીમમ બેલેન્સ, ૮૦૦૦ કરોડ વધારાના એટીએમ ટ્રાન્ઝેક્શનના નામે, ૬૦૦૦ કરોડ એસએમએસ સર્વિસના નામે બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી ઉથરવામાં આવ્યા. બીજીબાજુ કેન્દ્રની ભાજપ સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૯ લાખ કરોડ રૂપિયા મળતિયા ઉદ્યોગપતિઓનાં માફ કર્યા. સરકારે નાણાંકીય અવ્યવસ્થા રોકવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને લોકોની મુશ્કેલીઓ માટે જવાબદારી સ્વીકારવી જોઈએ.
ખાતામાંથી જતાં રહે સામે પેમેન્ટ નહીં
એવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે કે, કન્ટિન્યુઅસ ક્લિયરિગની સિસ્ટમમાં ડખા થવાના કારણે વીમો મેડિક્લેમ જેવા નિヘતિ સમયમર્યાદામાં કરવાના પેમેન્ટ ચેકથી થયેલા હોય ત્યારે પેમેન્ટ કરનારના ખાતામાંથી એ રકમ ડેબિટ થઈ જાય છે પરંતુ સામે વીમા કંપનીના ખાતામાં તે ચાર-પાંચ દિવસ સુધી જમા જ ન થતા રિન્યુઅલની તારીખ જતી રહે છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
