News of Tuesday, 14th October 2025
RBL બેંક વેચાવા જઈ રહી છે, ૧૫,૦૦૦,૦૦૦,૦૦૦ રૂપિયાનો સોદો
UAE ની એક મોટી બેંક RBL માં મોટો હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે, આ સોદો ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો હશે

નવી દિલ્હી, તા.૧૪: ભારતની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક RBL વેચાવા જઈ રહી છે. સંયુક્ત આરબ અમીરાતની બીજી સૌથી મોટી બેંક, Emirates NBD બેંક PJSC, તેને ખરીદવા માટે આગળ આવી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, આ બેંક RBL માં ૧૫,૦૦૦ કરોડ રૂપિયા (લગભગ ૧.૭ બિલિયન) ના મોટા રોકાણ માટે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. જો આ સોદો પૂર્ણ થાય છે, તો Emirates NBD RBL બેંકમાં સૌથી મોટી શેરહોલ્ડર બનશે અને બેંક પર નિયંત્રણ પણ મેળવશે.
આ રોકાણ શેર અને વોરંટ દ્વારા કરવામાં આવશે, જેને પ્રેફરન્શિયલ એલોટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ, RBL બેંકના વધારાના ૨૬% શેર માટે ઓપન ઓફર કરવામાં આવશે. આ સમગ્ર રોકાણનો હેતુ બેંકને તેની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે નવી મૂડી પૂરી પાડવાનો છે. RBL બેંકનું વર્તમાન માર્કેટ કેપ આશરે રૂ.૧૭,૭૮૬.૮ કરોડ છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી અમીરાત NBD બેંક RBL બેંકની કુલ ઇક્વિટી મૂડીના ૫૧% હસ્તગત કરે તેવી અપેક્ષા છે.
આ બાબતથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક એ તાજેતરના અઠવાડિયામાં બેંકના નિયંત્રણમાં ફેરફાર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સોદો એશિયામાં અમીરાત NBD બેંકની હાજરીને વિસ્તળત કરશે. તે ભારત અને પヘમિ એશિયા વચ્ચે ઝડપથી વિકસતા રેમિટન્સ બજારમાં તેના પગ મજબૂત કરવાની એક મોટી તક પણ પૂરી પાડશે.
RBI ના ડેટા અનુસાર, ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો દેશની કુલ NRI વસ્તીના લગભગ અડધા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ માં ગલ્ફ દેશોમાંથી ભારતમાં મોકલવામાં આવેલા ૩૮.૭ બિલિયન રેમિટન્સમાંથી અડધો ભાગ ફક્ત UAEમાંથી આવ્યો હતો. તે ભારત માટે વિદેશી રેમિટન્સનો બીજો સૌથી મોટોસ્ત્રોત છે.
આ ઘટનાના સમાચાર પછી RBL ના શેરમાં ઉછાળો આવ્યો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં શેર લગભગ ૭% વધ્યો છે. મંગળવારે પણ તેમાં વધારો થયો. સોમવારે શેર રૂ.૨૯૦.૧૫ પર બંધ થયો. મંગળવારે, તે રૂ.૨૯૪ પર ખુલ્યો. થોડા સમય પછી, તે ૩% થી વધુ વધીને રૂ.૨૯૯.૬૫ પર પહોંચ્યો. સવારે ૧૦:૨૦ વાગ્યે, શેર રૂ.૨૯૨.૮૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે લગભગ ૧% વધીને હતો.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
