હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રઃ ખતરનાક નક્સલી વેણુગોપાલ રાવ સહિત અન્ય ૬૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યુ
વેણુગોપાલ પર સુરક્ષાદળોએ ૧ કરોડનું ઈનામ જાહેર કર્યુ હતું : દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાની ઝુંબેશ ચાલુ છે

મુંબઈ, તા.૧૪: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસે નક્સલવાદ સામે મોટી સફળતા મેળવી છે. ખતરનાક નક્સલી મલ્લૌજુલા વેણુગોપાલ રાવ (સોનુ) એ ૬૦ અન્ય નક્સલીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહના નેતળત્વમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવી રહેલા અભિયાનનું પરિણામ છે.
ગળહમંત્રી અમિત શાહના નેતળત્વમાં, પોલીસ નક્સલીઓ સામે લાંબા સમયથી કાર્યવાહી કરી રહી છે. દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાની ઝુંબેશ ચાલુ છે. આ સંદર્ભમાં, ઘણા નક્સલીઓ સતત આત્મસમર્પણ કરી રહ્યા છે.
સોનુએ ગયા મહિને, સપ્ટેમ્બરમાં એક પ્રેસ રિલીઝમાં આત્મસમર્પણ કરવાનો સંકેત આપ્યો હતો. છત્તીસગઢમાં ઘણા નક્સલી કેડરોએ પણ તેમને ટેકો આપ્યો હતો.સોનુએ ૬૦ અન્ય નક્સલીઓ સાથે હિંસાનો માર્ગ કાયમ માટે છોડી દીધો.
નક્સલીઓના શરણાગતિનો ખુલાસો કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘ્ભ્ત્/માઓવાદી સભ્ય મલ્લૌજુલા વેણુગોપાલ રાવ (સોનુ) એ ૬૦ અન્ય માઓવાદીઓ સાથે પોતાના શષાો મૂકી દીધા છે. આ કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહ અને રાજ્ય સરકારોના નેતળત્વમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનનું પરિણામ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
