<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અમદાવાદ એરપોર્ટ પર વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : દોહારથી હોંગકોંગ જઇ રહેલ ફલાઇટમાં ખામી આવતા ઇમરજન્સી લેન્ડિંગ

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરીને ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય મોકલી દેવાઈ

અમદાવાદ તા.૧૪ :અમદાવાદ એરપોર્ટ પર વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. દોહાથી હોંગકોંગ જઇ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફલાઇટમાં ખામી આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું..ઇમરજન્સી લેન્ડિંગ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ 

અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ખામીના પગલે બપોરે 2:30 વાગ્યે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

ફલાઇટમાં ખામી આવતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ 

મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ જઈ રહી હતી. વિમાનની ઉડાન દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય મોકલી દેવાઈ હતી.

(3:44 PM IST)