News of Tuesday, 14th October 2025
મંત્રીમંડળમાં ફેરફાર : સૌરાષ્ટ્ર- લેઉઆ પાટીદાર ફેક્ટર પર ફોકસ રહેશે
મંત્રીમંડળમાં નવા સરપ્રાઈઝ નામોની એન્ટ્રી નક્કીઃ નવા ૯થી ૧૦ ચહેરાઓને મળી શકે છે સ્થાન : તો ૬થી ૭ વર્તમાન મંત્રીઓ પડતા મુકાય તેવી શકયતા.. જીતુ વાઘાણી, જયેશ રાદડિયાની થઈ શકે રિએન્ટ્રી.. રીવાબા જાડેજાને સ્થાન મળવાની શકયતા ગુજરાતના રાજ્યપાલશ્રીને હરિયાણાથી ગાંધીનગર તાબડતોડ બોલાવાયા હોવાનું જાણવા મળે છે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૪: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ પ્રમુખ, સંગઠનમંત્રી ગઈકાલથી દિલ્હીમાં છે. આજે દિલ્હીથી ત્રણેય નેતા ગુજરાત પરત આવશે. સાથે જ ભાજપનું નવું સંગઠન અને ગુજરાતના મંત્રીમંડળની રચનાની ખુશખબરી લાવશે. ત્યારે આ વચ્ચે હાલની કેબિનેટમાં કોણ કોણ યથાવત રહેશે, કોની વિદાય થશે અને કોની નવી એન્ટ્રી થશે તે અંગે નામોની અટકળો તેજ બની છે. નવા નામોની ચર્ચામાં સૌરાષ્ટ્રના પાવરફુલ નેતાઓને સ્થાન મળવાની શકયતા છે. જયેશ રાદડિયા, જીતુ વાઘાણી અને રીવાબા જાડેજાને સ્થાન મળવાની શકયતાઓએ જોર પકડ્યું છે.
દિલ્હીમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તેમાં મંત્રીમંડળમાં ફેરફાર, મંત્રીમંડળનું વિસ્તરણ અને સરકારના મહત્ત્વનાં પદો પર નેતાઓની નિમણૂંક સામેલ છે. જે અંગે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ ફેરબદલ થવાની અટકળો તેજ બની છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં જલ્દી જ મોટા ફેરફાર થશે. નવા નવથી દસ ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. નવા મંત્રી મંડળમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની એક્ઝિટની શકયતા વધુ છે. તો ભીખુસિંહ પરમારને નવા મંત્રીમંડળમાં સ્થાનની શકયતા ઓછી છે. આ ઉપરાંત બચુ ખાબડની વિદાય તો પહેલાથી જ પાક્કી ગણાય છે. આ ઉપરાંત વિદાયમાં રાઘવજી પટેલ, મૂળુ બેરા, ભાનુબેનનું પત્તુ પણ કપાઈ શકે છે.
કોણ કોણ યથાવત
બળવંતસિંહ રાજપુત
કુંવરજી બાવળીયા
હર્ષ સંઘવી
કુબેર ડિંડોર
પ્રફુલ પાનસેરીયા
રૂષિકેશ પટેલ
પરશોત્તમ સોલંકી
મુકેશ પટેલ
કોની વિદાય થઈ શકે છે
કનુ દેસાઇ
ભીખુસિંહ પરમાર
બચુ ખાબડ
રાઘવજી પટેલ
ભાનુબેન બાબરીયા
કયા નવા નામોની એન્ટ્રી થઈ શકે છે
જયેશ રાદડીયા
અલ્પેશ ઠાકોર
મહેશ કસવાલા
જીતુ વાઘાણી
કેયુર રોકડીયા
જીતુ ચૌધરી
સંગીતા પાટીલ
ઉદય કાનગડ
રીવાબા જાડેજા
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં તો ૬થી ૭ વર્તમાન મંત્રીઓ પડતા મુકાય તેવી શકયતા છે. જે નવા નામોની ચર્ચા થઈ રહી છે, તેમાં કેટલાક નામ સરપ્રાઈઝિંગ છે. જયેશ રાદડિયા, સી. જે. ચાવડાને મંત્રીપદ મળી શકે છે. તો જીતુ વાઘાણીની મંત્રી મંડળમાં રી-એન્ટ્રી પણ થઈ શકે છે. રીવાબા જાડેજાને પણ મંત્રીપદ મળી શકે છે.(૨૩.૨૫)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
