હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપે 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી ૭૧ ઉમેદવારો સાથેની યાદી જાહેર : સમ્રાટ ચૌધરીને તારાપુર અને રામ કૃપાલ યાદવને દાનાપુરથી ઉમેદવાર જાહેર કરાયા
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી જાહેર કરાઈ : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર

નવી દિલ્હી તા.૧૪ :ભાજપે 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં 71 ઉમેદવારોનો સમાવેશ થાય છે. સમ્રાટ ચૌધરીને તારાપુર અને રામ કૃપાલ યાદવને દાનાપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ભાજપે 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 71 ઉમેદવારોના નામ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામ કૃપાલ યાદવને પણ દાનાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
યાદીમાં અન્ય અગ્રણી નામોમાં રેણુ દેવી (બેતિયા), પ્રમોદ કુમાર સિંહા (રક્સૌલ), શ્યામબાબુ પ્રસાદ યાદવ (પીપરા) અને નીતિશ મિશ્રા (ઝાંઝરપુર)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
