News of Tuesday, 14th October 2025
ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા :તીવ્રતા 3.6 મેગ્નિટ્યૂડ નોંધાઈ : લોકોમાં ફફડાટ
ભૂકંપના આંચકા લાગતાં જ લોકો પોતાના ઘરો અને દુકાનોની બહાર નીકળી આવ્યા :ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 5 કિલોમીટરની ઊંડાઈએ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવાર (14 ઑક્ટોબર) સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી મુજબ, આ ભૂકંપની તીવ્રતા 3.6 મેગ્નિટ્યૂડ માપવામાં આવી છે. ભૂકંપના આંચકા સાંજે 7:30 વાગ્યે 10 સેકન્ડે આવ્યા હતા. ભૂકંપના આંચકા લાગતાં જ લોકો પોતાના ઘરો અને દુકાનોની બહાર નીકળી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે 31.15 અક્ષાંશ અને 77.99 દેશાંતર પર સ્થિત હતું. ઓછી તીવ્રતાના કારણે આ આંચકાઓ જોરદાર નહોતા અને સદ્ભાગ્યે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, ઉત્તરકાશી વિસ્તારને ભૂકંપીય દૃષ્ટિકોણથી સંવેદનશીલ માનવામાં આવે છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
