<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અમેરિકી ડૉલર સામે રૂપિયામાં સતત ઘટાડો :12 પૈસા ગગડીને 88.80ના સર્વોચ્ચ નીચલા સ્તરે પહોંચી ગયો

સ્થાનિક શેરબજારોમાં ઘટાડો અને અમેરિકી ડૉલરમાં રાતોરાત આવેલી તેજીના કારણે રૂપિયો વધુ ગગડ્યો

અમેરિકી ડૉલર સામે રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્થાનિક શેરબજારોમાં ઘટાડો અને અમેરિકી ડૉલરમાં રાતોરાત આવેલી તેજીના કારણે મંગળવારે રૂપિયો 12 પૈસા ગગડીને 88.80ના પોતાના સર્વોચ્ચ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા 30 સપ્ટેમ્બરે પણ રૂપિયો 88.80ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો.  

ઈન્ટરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો ડૉલર સામે 88.73 પર ખુલ્યો હતો અને કારોબાર દરમિયાન તે 88.81ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આખરે તે પાછલા બંધ ભાવ 88.68ના મુકાબલે 12 પૈસાના ઘટાડા સાથે 88.80 પર બંધ થયો હતો.

શેરમાર્કેટની વાત કરીએ તો તેમાં નવા સપ્તાહના સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. BSE સેન્સેક્સ 297 અંક તૂટીને 82,029.98ના સ્તરે બંધ થયો છે, જ્યારે NSE નિફ્ટી 81.85 અંકના નુકસાન સાથે 25,145.50 પર બંધ થયો છે. 

(11:34 PM IST)