News of Wednesday, 15th October 2025
દિવાળી ઈફેક્ટ : ૧ રૂપિયાના બંડલનો ભાવ ૧૫૦૦ રૂપિયા પર પહોંચ્યો
એક, બે અને પાંચ રૂપિયાની નોટ હવે સામાન્ય નોટ રહી નથી થોડા દિવસો અગાઉ ૭૦૦થી ૮૦૦ રૂપિયામાં મળતા બંડલનો ભાવ તહેવાર નજીક આવતા જ ડબલ થઈ ગયો

નવી દિલ્હી તા.૧૫: દિવાળી નજીક આવતાં જ બજારમાં અનોખી ચહલપહલ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવ સાથે હવે ચલણમાં ઓછી કિંમતનું મૂલ્ય ધરાવતી નોટના બંડલમાં પણ આગ લાગી છે. બજારમાં જવ્વલે જ જોવા મળતી કે ગાયબ થઈ ચૂકેલી એક અને બે રૂપિયાની ચલણી નોટના બંડલના ભાવમાં જબરદસ્ત ઉછાળો થયો છે. આ જોતા એક, બે અને પાંચ રૂપિયાની નોટ હવે સામાન્ય નોટ રહી નથી. એક રૂપિયાની નોટના બંડલનો ભાવ ૧૫ ગણો વધુ વસુલાઈ રહ્યો છે. મૂળ ૧૦૦ રૂપિયાની કિંમત ધરાવતા એક બંડલના બજારમાં ૧૫૦૦ રૂપિયાથી વધુ પડાવાઈ રહ્યાં છે.
દિવાળીના દિવસોમાં શુભ શરૂઆત કરવા નવી અન સિરિયલ નંબરવાળી નોટ ખરીદવા પડાપડી થાય છે. દિવાળીની બોણી કે શુકનમાં ખરીદાતી ચીજવસ્તુઓ માટે નવી નોટથી ચુકવણી કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે. આજના રહી છે. બીજીતરફ છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક રૂપિયાની, બે રૂપિયાની અને પાંચ રૂપિયાની નોટનું છાપકામ મર્યાદિત થવાને કારણે પુરવઠો ઘટયો છે. આ ત્રણેય મૂલ્યના સિક્કા ચલણમાં વધુ ફરી રહ્યાં છે. જોકે, દિવાળી પહેલા બજારમાં એક રૂપિયાથી લઈ પાંચ રૂપિયાની નવી નોટની જબરદસ્ત ડિમાન્ડ રહે છે. જેને પગલે આ મૂલ્ય દરની નોટના ભાવ ભડકે બળે છે.
કાળાબજાર અન્ય રીતે ગોઠવણ કરી આપનારાઓ એક રૂપિયાની નોટના બંડલના વર્તમાન સમયે ૧૫૦૦ રૂપિયા વસુલી રહ્યાં છે. આ જ પ્રમાણે બે રૂપિયાની નોટ માટે પણ ૧૫૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. તો, પાંચ રૂપિયાની નોટનું બંડલ બમણી કિંમતે એટલે કે ૧૦૦૦માં વેચાઈ રહ્યું છે.
ભાવનાત્મક કે કલેકટેબલ વેલ્યુ હોઈ જબરદસ્ત ડિમાન્ડ
એક રૂપિયાની નોટ હોય કે સિક્કો તેને શુકન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્યની શુભ શરૂઆત માટે લોકો નાની નોટમાં નાણાં આપવાનું વધુ પસંદ કરે છે. પરિણામ સ્વરૂપે જૂની નોટો કે સિરિયલ નંબરવાળી નોટની હંમેશા ડિમાન્ડ રહે છે. દિવાળીના મહાપર્વ અગાઉ બેંક પાસે સૌથી વધુ ડિમાન્ડ નવી નોટના બંડલની રહે છે. તેમાં પણ એક, બે કે પાંચ રૂપિયાની નોટ ભાવનાત્મક રીતે કલેક્ટેબલ વેલ્યુ તરીકે ઓળખાતી હોય તેની સવિશેષ ડિમાન્ડ હરહંમેશ રહેતી આવી હોવાનું વર્ષોથી ચલણી નોટનું કલેકશન રાખવાનો શોખ ધરાવતા વર્તુળોએ ઉમેર્યું હતું.(૩૮.૨૨)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
