તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 15th October 2025
જગદીશ વિશ્વકર્માજી, સુસ્વાગતમ.. રાજકોટ મેં ખુશીઓ કે દીપ જલે, પુરબહાર મેં કમલ ખીલે

પ્રદેશ ભાજપને નવા સુકાની મળતા સમગ્ર પાર્ટીમાં ઉત્સાહ છવાયો છે. નવનિયુકત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ જવાબદારી સંભાળતાની સાથે દિવાળી પહેલા જ રાજયનો પ્રવાસ આરંભી દીધો છે. ત્યારે આજે તેઓ રાજકોટ ખાતે નિયુકિત બાદ પ્રથમવાર મુલાકાતે આવનાર છે. જેથી શહેર ભાજપ દ્વારા તેમના અભિવાદન સમારોહનું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું છે. સોૈ પ્રથમ શહેર ભાજપ દ્વારા રાજકોટની ભાગોળે આવેલ ગ્રીનલેન્ડ ચોકડીથી જગદીશ વિશ્વકર્માનું બાઇક રેલીથી સ્વાગત કરી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સમારોહ સ્થળ સુધી લાવવામાં આવશે. સમગ્ર આયોજનને શહેર ભાજપ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ઠેર-ઠેર બેનરો-હોર્ડીગ્સ દ્વારા નવનિયુકત પ્રદેશ પ્રમુખને આવકાર આપવામાં આવ્યો છે. ત્યારે શહેર ભાજપના પ્રમુખ માધવ દવે, પૂર્વ પ્રમુખો કમલેશ મિરાણી, તથા મુકેશ દોશી, પૂર્વ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મંત્રી વિજયભાઇ પાડલીયા, વોર્ડ નં.૮ ના પ્રભારી સંજયભાઇ દવે, સોૈરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સહિતના આગેવાનોએ સવારે સમારોહ સ્થળની મુલાકાત લઇ સમગ્ર આયોજન નિહાળી જરૂરી સૂચનાઓ આપી હતી. (તસવીરઃ સંદીપ બગથરીયા)
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
