<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મુંબઇ-ગુજરાત રેલ્‍વે સ્‍ટેશનો પર ૩૧મી સુધી પ્‍લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ

આગામી તહેવારો-ચુંટણી દરમિયાન મુસાફરોની સલામતી માટે લેવાયો નિર્ણય

નવી દિલ્‍હી, તા. ૧પ : દિવાળી અને છઠના તહેવારો પહેલા, પヘમિ અને મધ્‍ય રેલવેએ ભીડ ટાળવા માટે તેમના મુખ્‍ય સ્‍ટેશનો પર પ્‍લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્‍થાયી રૂપે સ્‍થગિત કરી દીધું છે.

આમાં મુંબઈના સીએસએમટી અને બાંદ્રા ટર્મિનસનો સમાવેશ થાય છે. પ?મિ રેલવે દ્વારા સોમવારે જારી કરાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે પ્‍લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો આ પ્રતિબંધ ૧૫ થી ૩૧ ઓક્‍ટોબર સુધી મુંબઈના બાંદ્રા ટર્મિનસ અને ગુજરાતમાં વાપી, ઉધના અને સુરત સ્‍ટેશનો પર લાગુ રહેશે.

પ?મિ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્‍યું હતું કે પ્‍લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો હેતુ તહેવારોની ભીડ વચ્‍ચે સ્‍ટેશન પરિસરમાં મુસાફરોની સુગમ અવરજવર અને સલામતી સુનિ?તિ કરવાનો છે.

સુરત શહેરમાં આ વર્ષે દિવાળી, છઠપૂજા અને બિહાર ઇલેક્‍શનને પગલે માદરે વતન જઈ રહેલા મુસાફરોનો રેલ્‍વે સ્‍ટેશન પર અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. શહેરના રેલવે સ્‍ટેશન પરની પરિસ્‍થિતિ જોતાં જાણે ‘કીડિયારું ઉભરાયું હોય' તેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા ડ્રોનથી સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

આગામી સમયમાં દિવાળી અને છઠપૂજાનો તહેવાર આવી રહ્યો છે ત્‍યારે દેશના અનેક રાજ્‍યોમાંથી રોજગારી માટે સુરતમાં વસેલા લાખો લોકો તહેવાર અને બિહારની ચૂંટણીના સમયગાળામાં પોતાના વતન જવા માટે રેલવે સ્‍ટેશને ઉમટી પડ્‍યા છે. સુરત અને ઉધના રેલ્‍વે સ્‍ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોની સલામતી અને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવા માટે સુરત રેલવે સ્‍ટેશન પર પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. ભીડને નિયંત્રિત કરવા અને સમગ્ર પરિસ્‍થિતિ પર નજર રાખવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ જવાનો સ્‍ટેશન પરિસરમાં સતત પેટ્રોલિંગ કરીને મુસાફરોને મદદ કરી રહ્યા છે અને વ્‍યવસ્‍થા જાળવી રહ્યા છે.

 પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, હજારોની સંખ્‍યામાં મુસાફરો પોતાના વતન જતા હોય છે, ત્‍યારે મેનેજમેન્‍ટ પ્રોપર થઇ શકે તેને ધ્‍યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકી ટોકી કોમ્‍યુનિકેશન સીસ્‍ટમ દ્વારા અત્‍યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને લાઈનબદ્ધ અને સિસ્‍ટમેટીક યાત્રીઓનું આવન જવન થઇ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્‍નશીલ છીએ, સૌ પ્રથમ યાત્રીઓને લાઈન બદ્ધ અહી બેસાડવામાં આવે છે અને ત્‍યારબાદ ટ્રેન આવે એ પ્રમાણે તેઓને અંદર એન્‍ટ્રી આપવામાં આવે છે અને ડ્રોન સર્વેલન્‍સ પણ ચાલુ છે. (૯.૩૦)

 

(3:49 PM IST)