News of Wednesday, 15th October 2025
સવારે ૧૧ વાગે શપથવિધિ રાજભવનમાં તડામાર તૈયારી
ગવર્નરને લેવા હેલિકોપ્ટર એરપોર્ટ પર તૈયાર

રાજકોટઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ગુજરાતની પટેલ સરકારનું વિસ્તરણ અને ફરબદલ આડે હવે ગણત્રીના કલાકો રહ્યા છે ત્યારે હરિયાણાથી રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રતજી આજે મોડી રાત્રે અથવા વહેલી સવારે ગાંધીનગર આવી પહોંચશે તેવી ધારણા છે.
આ માટે અમદાવાદ એરપોર્ટ ઉપર રાજ્યપાલને લઇ આવવા હેલિકોપ્ટર સાબદું રખાયું છે.
અમારા ગાંધીનગરના પ્રતિનિધી અશ્વિન વ્યાસ જણાવે છે ડો. નવા પ્રધાન મંડળમાં સર્વશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, ડો. સી.જે. ચાવડા, જયેશ રાદડિયા, ઉદય કાનગડ, કિરિટસિંહ રાણા, રાજેન્દ્ર રાઠવા, અરૂણસિંહ રાણા, શંકર ચૌધરી, આર.સી. પટેલ, હિરાભાઇ સોલંકી, બાલકૃષ્ણ શુક્લા, રીટાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, સી.કે. રાઉલજી જેવા નામો ચર્ચામાં મોખરે છે. અંતિમ યાદી આવતીકાલે સવારથી ભુપેન્દ્રભાઇ અને વિશ્વકર્માજી તરફથી જેમને નિમંત્રણ મળશે ત્યારે જાહેર થવા લાગશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
