<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૧૦૯:‘‘પોતાના નિષ્‍ક્રિય રૂપને ચામડીની દિવાલોનું એક ખાલી સ્‍થાન માનો,બિલકુલ ખાલી.''

પોતાનું નિષ્‍ક્રિય રૂપને ત્‍વચાની દિવાલોનો એક ખાલી ઓરડો માનો પરંતુ ભીતર બીલકુલ ખાલી હોય, રિકત હોય. આ સુંદરમાં સુંદર વિધિઓમાંની એક છે. કોઇપણ ધ્‍યાનપૂર્ણ મુદ્રામાં, એકલા, શાંત થઇને બેસી જાઓ. તમારા બરડાની કરોડ સીધી રહે અને આખું શરીર વિશ્રાંત,જાણે કે આખુ શરીર  કરોડના હાડકા ઉપર લટકાવેલું હોય પછી પોતાની આંખો બંધ કરી દો. કેટલીક ક્ષણો માટે શાંત થી વધારે શાંત થતા જાઓ. લયબધ્‍ધ થવા માટે કેટલીક ક્ષણો એવું કરો અને પછી એકાએક અનુભવ કરો કે તમારા શરીરની ચામડીની દિવાલો જ માત્ર છે અને ભીતર કશું જ નથી.  ઘર ખાલી છે, વિચારના વાદળોને વિચરતા જોશો પરંતુ એવું ના વિચારો કે તેઓ ખાલી આકાશમાં ઘુમી રહ્યા છે. તેઓ કોઇના નથી, એમના કોઇ મૂળ નથી.

વાસ્‍તવમાં એમ જ છે. વિચારો ફકત આકાશમાં ઘુમતા વાદળો જેવા છે. ના તો એમના કોઇ મૂળ છે કે ના તો એમનો આકાશ કોઇ સંબંધ છે. તેઓ ફકત આકાશમાં આમ તેમ ઘુમતા રહે છે. તેઓ આવે છે અને જતા રહે છે અને આકાશ કોરૂં, અસ્‍પર્શિત અપ્રભાવિત બનેલુ રહે છે. અનુભવ કરો કે તમારૂ શરીર બસ ત્‍વચાની દિવાલો છે અને ભીતર કોઇપણ નથી. વિચાર ચાલું રહેશે, પુરાણી ટેવ, જુનો લય, જુનો સહયોગ, એનાથી વિચાર તો આવતા રહેશે. પરંતુ એટલું જ વિચારો કે તેઓ આકાશમાં ઘુમતા આધાર વગરના વાળદા છે. તે તમારા નથી, તે કોઇના પણ નથી.ભીતર કોઇ પણ નથી કે જેની સાથે તે સંબંધીત હોય. તમે તો રિકત છો, ખાલી છો.

‘‘ પોતાના નિષ્‍ક્રિય રૂપને ત્‍વચાની દિવલોનું એક રિકત કક્ષ માનો,'' બસ જેમ કોઇ ખાલી ઓરડો હોય- સર્વથા રિકત, બિલકુલ ખાલી.એ રિકતતામાં ઉતરતા જાઓ. એક ક્ષણ આવશેકે જયારે તમે અનુભવ કરશોક કે બધુ જ સપ્‍તાહ થઇ ગયું કે હવે કશું પણ બચ્‍યું નથી. ઘર ખાલી છે. ઘરનો માલિક મરી ગયો, તિરોહિત થઇ ગયો. એ અંતરાલમાં જયારે તમે નહિ હોવ તો પરમાત્‍મા પ્રગટ થશે. જયારે તમે નથી રહેતા ત્‍યારે પરમાત્‍મા હોય છે. જયારે તમે નહિ હશો તો આનંદ થાય છે. એટલા માટે મટવાનો પ્રયાસ કરો. ભીતર મટવાનો પ્રયાસ કરો. 

(9:29 AM IST)