તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 16th October 2025
બે ભાઈઓએ બીએસએફનું જૂનું વિમાન ૪૦ લાખમાં ખરીદી લાવ્યા
૫ લાખ રૂપિયા તો લાવવાનું ભાડું થયું પ્લેનને ફાર્મ હાઉસ પર રાખીને તેમાં ૫ લક્ઝૂરી રૂમ બનાવીશું. જેમાં લોકો આવીને રોકાશે

ઉજ્જૈન તા.૧૬: ધાર્મિક નગરી ઉજ્જૈનમાં દરરોજ લાખોની સંખ્યામાં પર્યટકોનું આગમન થતું રહે છે. અહીં હાલમાં કોઈ એરપોર્ટ નથી. પણ આટલી લાંબી રાહ જોયા બાદ એરપોર્ટ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કેન્દ્ર સરકારે એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. અહીં ૯૫૦ મીટર લાંબો રન વેને ડબલ કરી ૧૮૦૦ મીટર લગભગ કરવામાં આવશે. હવાઈ જહાજ બનવામાં પણ હજુ સમય લાગી રહ્યો છે, પણ આ અગાઉ ઉજ્જૈનમાં હવાઈ જહાજ જોવા મળી રહ્યું છે.
હકીકતમાં જોઈએ તો, ઉજ્જૈનના બે ભાઈ વીરેન્દ્ર કુશવાહ અને પુષ્પેન્દ્ર કુશવાહે કંઈક એવું કરી બતાવ્યું છે, જેના કારણે ઉજ્જૈનમાં એક-બે દિવસમાં હવાઈ જહાજ જોવા મળશે. આપને જણાવી દઈએ કે, એરપોર્ટ ખુલતા પહેલા શહેરમાં ગ્લ્જ્નું મોટું કાર્ગો પ્લેન ઉજ્જૈનમાં બે ભાઈઓના કારણે આવી રહ્યું છે.
સ્ક્રેપનું કામ કરતા ઉજ્જૈનના આ બંને ભાઈ વીરેન્દ્ર અને પુષ્પેન્દ્ર કુશવાહે ગ્લ્જ્નું જૂનું કાર્ગો પ્લેન ખરીદી લાવ્યા છે. તેને દિલ્હી એરપોર્ટથી ઉજ્જૈન લઈ જઈ એક લક્ઝૂરી હોટલ બનાવવાનો પ્લાન છે. આ વિમાનને ઉજ્જૈન લાવવામાં ૫ લાખનો ખર્ચો થયો છે. આ વિમાન તેમણે ૪૦ લાખમાં ખરીદ્યું છે. તેમને આ વિમાન બીએસએફની હરાજીમાં મળ્યું છે.
આ હવાઈ જહાજ ઉજ્જૈનના શંકરપુર નજીક કરુંદિયા ગામમાં જોવા મળશે. હકીકતમાં આ બંને ભાઈ કુશવાહ બંધૂ સ્ક્રેપનું કામ કરે છે. બંનેએ દિલ્હીમાં થયેલી ટેન્ડર પ્રક્રિયામાં BSF પાસેથી લગભગ ૪૦ લાખ રૂપિયામાં AVERO VT EAV પ્લેન ખરીદ્યું છે. ૫૫ લોકોની સીટિગ વ્યવસ્થાવાળું આ પ્લેન ૧૫ ફૂટ ઊંચું, ૭૦ ફૂટ લાંબુ, ૧૦૦ ફૂટ પહોળું અને ૨૦ ટન ભારે છે. વીરેન્દ્ર કુશવાહે જણાવ્યું કે સ્ક્રેપના કામ માટે ઘણી વાર સેનાનો સામાન ખરીદ્યો છે, પણ આ પહેલી વાર છે, જ્યારે આટલું મોટું પ્લેન લઈને આવ્યા છીએ.
કુશવાહ બંધૂના બંને ભાઈઓએ જણાવ્યું કે હંમેશા સ્ક્રેપ કરીને વેચી દેતા હતા, પણ આ વખતે અમે આ પ્લેનને ફાર્મ હાઉસ પર રાખીને તેમાં ૫ લક્ઝૂરી રૂમ બનાવીશું. જેમાં લોકો આવીને રોકાશે. પ્લેનને એવી રીતે રિનોવેટ કરાવીશું કે જ્યારે કોઈ ગેસ્ટ આવીને રોકાશે તો તેને પ્લેન જેવું ફીલ થશે. પ્લેટ ફોટો શૂટ સાથે સાથે પ્રી વેડિગ શૂટ માટે પણ ભાડે મળશે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
