News of Thursday, 16th October 2025
ઈંગ્લિશ બોલતા નહીં આવડતું હોય તેમને યુકેના વર્ક વિઝા નહીં મળે
જાન્યુઆરી ૨૦૨૬થી અમલી બનશે નવો નિયમ, અમુક પ્રકારની જોબ્સ મેળવવા ઈચ્છતા ઈમિગ્રન્ટે ફલુઅન્ટ ઈંગ્લિશ બોલવું પડશે

લંડન તા.૧૬: છેલ્લા એકાદ વર્ષથી શ્ધ્ વિદેશીઓની સંખ્યામાં ધરખમ કાપ મૂકવા પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં એક પછી એક ફેરફાર કરી રહ્યું છે તેવામાં હવે અમુક પ્રકારના માઈગ્રન્ટ્સને માટે યુકેમાં કામ કરવા માટે જવું મુશ્કેલ બનશે. યુકેની સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર અમુક જોબ્સ માટે એપ્લાય કરતા વિદેશીઓને જો એ-લેવલ સ્ટાન્ડર્ડનું ઈંગ્લિશ બોલતા નહીં આવડતું હોય તો તેમને વિઝા નહીં મળી શકે.
આ અંગેના નવા નિયમ ૦૮ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવવાના છે જેની સીધી અસર કેટલાક ગ્રેજ્યુએટ્સ તેમજ સ્કિલ્ડ વર્કર તરીકે અને સ્કેલ-અપ વિઝા માટે અપ્લાય કરતા લોકોને પડશે. સામાન્ય રીતે ફાસ્ટ-ગ્રોઈંગ બિઝનેસિસ દ્વારા આ કેટેગરીમાં ફોરેન વર્કર્સને અપોઈન્ટ કરવામાં આવતા હોય છે.
બ્રિટિશ ગવર્મેન્ટે મે ૨૦૨૫માં એક વ્હાઈટ પેપર રજૂ કરી ઈમિગ્રેશનના લેવલમાં ઘટાડો કરવાનો પ્લાન જણાવ્યો હતો. હોમ સેક્રેટરી શબાના મહમૂદના જણાવ્યા અનુસાર યુકે આવવા માગતા લોકોને ઈંગ્લિશ શીખવું પડશે અને ઈકોનોમીમાં પોતાનું પ્રદાન પણ આપવું પડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુકેના કલ્ચર તેમજ ઈકોનોમીમાં પ્રદાન આપતા લોકોનું આ દેશમાં હંમેશા સ્વાગત છે.
જોકે, જે લોકો ઈંગ્લિશ શીખ્યા વિના આવે છે અને જે યુકેની નેશનલ લાઈફમાં કોઈ પ્રદાન આપી શકે તેમ નથી તેમની હવે યુકેને જરૂર નથી. આ નવો નિયમ અમલમાં આવ્યા બાદ એપ્લિકન્ટને ઈંગ્લિશનું કેટલું નોલેજ છે તે ચેક કરવા માટે તેની સ્પિકિગ, લિસનિગ, રિડિગ તેમજ રાઈટિગની હોમ ઓફિસ અપ્રુવ્ડ પ્રોવાઈડર્સ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે અને તેના રિઝલ્ટને વિઝા પ્રોસેસના ભાગરૂપે ચેક પણ કરવામાં આવશે.
જે લોકો સ્કીલ્ડ વર્કર, સ્કેલ-અપ અને હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિજ્યુઅલ એટલે કે HPI વિઝા માટે એપ્લાય કરશે તેમને ઈંગ્લિશમાં B2 લેવલ પ્રાપ્ત કરવું પડશે, જે હાલના B1 સ્ટાન્ડર્ડથી એક સ્ટેપ ઉપર છે અનõ GCSEની સમાંતર છે.
સ્કીલ્ડ વર્કર વિઝા પર યુકે આવનારા માઈગ્રન્ટ્સને ગવર્મેન્ટ અપ્રુવ્ડ એમ્પ્લોયરને ત્યાંથી જોબ ઓફર મેળવવાની હોય છે અને તેમનો એક વર્ષનો પગાર કમસેકમ ૪૧,૭૦૦ પાઉન્ડ હોવો પણ જરૂરી છે.
યુકેના ફાસ્ટ-ગ્રોઈંગ બિઝનેસમાં કામ કરવા માગતા માઈગ્રન્ટ્સને સ્કેલ-અપ વિઝા માટે એપ્લાય કરવાનું રહે છે, જ્યારે ટોપ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી છેલ્લા પાંચ વર્ષમાં પાસઆઉટ થયેલા માઈગ્રન્ટ્સ હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિજ્યુઅલ વિઝા માટે એપ્લાય કરી શકે છે.
ઈંગ્લિશ લેંગ્વેજ કોર્સ ઓફર કરતી બ્રિટિશ કાઉન્સિલના જણાવ્યા અનુસાર B2 લેવલ અચીવ કરનારા લર્નર્સ જાટિલ મુદ્દા પરનું હાઈ લેવલનું ઈંગ્લિશ સમજી તેમજ બોલી શકે છે, અને સાથે જ પોતાના વિચારો પણ ઈંગ્લિશમાં ફલુઅન્ટલી વ્યક્ત કરી શકે છે તેમજ નેટિવ ઈંગ્લિશ સ્પીકર્સ સાથે વાત કરવામાં પણ તેમને કોઈ પ્રોબ્લેમ નથી થતી.
આગામી દિવસોમાં UKની સરકાર અન્ય વિઝા રૂટ્સ તેમજ ફેમિલી ડિપેન્ડન્ટ્સ માટે પણ ઈંગ્લિશ લેંગ્વેજ રિક્વાયર્મેન્ટ ઈન્ટ્રોડ્યૂસ કરી શકે છે તેવું હોમ ઓફિસ મિનિસ્ટર માઈક ટેપે મંગળવારે પાર્લામેન્ટને જણાવ્યું હતું. તે પહેલા બ્રિટિશ પીએમે પાર્લામેન્ટને જણાવ્યું હતું કે વ્હાઈટ પેપરમાં રજૂ કરાયેલા પ્લાનને અમલમાં મૂકવાથી ઈમિગ્રેશન સિસ્ટમ કંટ્રોલ્ડ, સિલેક્ટિવ અને ફેર બનશે.
હોમ ઓફિસનો અંદાજ છે કે ઈમિગ્રેશન સિસ્ટમમાં આ ફેરફારોને લાગુ કરવાથી યુકે આવતા વિદેશીઓમાં વાર્ષિક એકાદ લાખ જેટલો ઘટાડો થશે. ૨૦૨૪માં યુકેમાં નેટ માઈગ્રેશન ૪.૩૧ લાખ રહ્યું હતું જે ૨૦૨૩ની સરખામણીએ લગભગ ૫૦ ટકા જેટલું ઓછું હતું, ૨૦૨૩માં યુકેમાં ૯,૦૬,૦૦૦ માઈગ્રન્ટ્સ આવ્યા હતા જે અત્યારસુધીનો એક રેકોર્ડ છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
